જાન્યુઆરી 24, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 7:26 પી એમ(PM)

views 3

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી કે ઈન્ડિયા એનર્જી વીક-IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઈવેન્ટ હશે

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી કે ઈન્ડિયા એનર્જી વીક-IEW 2025 એ વૈશ્વિક સ્તરે બીજી સૌથી મોટી ઉર્જા ઈવેન્ટ હશે. 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ઈવેન્ટનુંઆયોજનકરાયું છે. 11થી 14 ફેબ્રુઆરી દરમિયાન યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે આયોજિત, આ કાર્યક્રમ ઊર્જા ક્ષેત્ર માટેસીમાચિહ્નરૂપ મેળાવડો બનશે.

સપ્ટેમ્બર 10, 2024 2:37 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 2:37 પી એમ(PM)

views 4

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈ કાલે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે, તેમણે વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર મંત્રણા કરી. બંને દેશો વચ્ચે હાઇડ્રોકાર્બન મુલ્ય શ્રુંખલા સહિતનાં પાસાઓ પર પણ વિચારણા કરી.