ફેબ્રુવારી 2, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:44 એ એમ (AM)

views 5

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતરામણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ લઘુ અનેમધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી- આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરાઈ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઇકાલે વર્ષ 2025-26 નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ, કૃષિ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રનાં વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જાહેરાત કરી કે, નવી કરપ્રણાલિ હેઠળ આવકવેરાનાં સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ વેરો નહીં લાગે. 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરતાં પગારદાર વ્યક્તિની કુલ 12 લાખ 75000 સુધીની વાર્ષિક આવક પર કોઇ ટ...

ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 2

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાની માંગણી કરવામાં આવે તેવી સંભાવના છે.

ડિસેમ્બર 8, 2024 8:44 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:44 એ એમ (AM)

views 5

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા-વિચારણા કરી હતી.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે દિલ્હીમાં ખેડૂતોના વિવિધ સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને કેન્દ્રિય અંદાજપત્રને લગતી ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં નાણા રાજયમંત્રી પંકજ ચૌધરી, નાણાસચિવ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ ઉપસ્થિત રહ્યા હતા.

સપ્ટેમ્બર 10, 2024 8:45 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2024 8:45 એ એમ (AM)

views 4

જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો

જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.ગઈ કાલે નવી દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણનાં અધ્યક્ષપદે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 54મી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ પત્રકાર પરિષદમાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે, કેન્સરની સારવારનો ખર્ચ ઘટાડવા કેન્સરની દવાઓ પરનો જીએસટી દર ઘટાડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે નાસ્તાઓ પરનો જીએસટી પણ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, જીવન અને આરોગ્ય વીમા પરનો દ...

ઓગસ્ટ 26, 2024 3:47 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:47 પી એમ(PM)

views 5

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ- FATFના પ્રમુખ ટી રાજા કુમાર સાથે મુલાકાત કરી હતી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સિંગાપોરમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ- FATFના પ્રમુખ ટી રાજા કુમાર સાથે મુલાકાત કરી હતી. તેમણે FATFના પ્રમુખ તરીકેની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શ્રી કુમારને અભિનંદન આપ્યા હતા. બેઠકમાં નાણા મંત્રીએ FATFની કામગીરી ન્યાયી રીતે નિભાવવા બદલ ટી રાજાકુમારની પ્રશંસા કરી હતી.