એપ્રિલ 10, 2025 7:13 પી એમ(PM) એપ્રિલ 10, 2025 7:13 પી એમ(PM)

views 4

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા GCCI પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાત આજે વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બન્યું છે. અમદાવાદમાં ગુજરાત વેપારી મહામંડળ GCCI ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો 'ગેટ 2025'નો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા શ્રી શાહે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSMEથી સ્ટાર્ટ અપ સુધીના દરેક ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ્પોની મુલાકાત લઈને વેપાર પ્રદ...

માર્ચ 12, 2025 1:47 પી એમ(PM) માર્ચ 12, 2025 1:47 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપના વિધેયક રજૂ કરશે. આ બિલમાં આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનું નામ બદલીને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી કરીને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા જાહેર કરવાની જોગવાઈ છે. આ યુનિવર્સિટી સહકાર સે સમૃધ્ઘિનાં સ્વપ્નને સાકાર કરવા સહકારી ક્ષેત્રમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ આપશે, સહકારી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી ઓઇલફિલ્ડ્સ એક્ટ, 1948માં સુધારા...

માર્ચ 11, 2025 6:59 પી એમ(PM) માર્ચ 11, 2025 6:59 પી એમ(PM)

views 1

પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે. તેઓને ત્યાંજ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર સ્ટેટ લિવિંગ SEIL દ્વારા આયોજિત યુવા સંસદમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં આમ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યું કે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમમાં 480 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો, જેનો વિશેષ લાભ અરૂણાચલ પ્રદેશને મળશે. તેઓએ જણાવ્યું કે બ્રહ્મપુત્ર નદી પર દેશનો સૌથી લાંબો રેલવ...

માર્ચ 2, 2025 7:17 પી એમ(PM) માર્ચ 2, 2025 7:17 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણા જિલ્લાના વિજાપુરના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું. શ્રી શાહે નવનિર્મિત વિદ્યાભવનમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિત વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પહેલા શ્રી શાહે પિલવાઈમાં શ્રી ગોવર્ધનનાથજીની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

જાન્યુઆરી 19, 2025 8:47 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:47 એ એમ (AM)

views 1

ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ - NDRF ના 20મા સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. NDRF એ વિશ્વનું સૌથી મોટું દળ છે જે "આપત્તિ સેવા હંમેશા સર્વત્ર" ના સિદ્ધાંત સાથે તમામ આપત્તિઓનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રી 220 કરોડ રૂપિયાના અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

ડિસેમ્બર 15, 2024 8:29 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:29 એ એમ (AM)

views 1

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવા આરોપોને ફગાવી દીધા છે કે વન નેશન, વન ઇલેક્શન વિધેયક સંઘવાદના સિદ્ધાંતોને નબળા પાડે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવા આરોપોને ફગાવી દીધા છે કે વન નેશન, વન ઇલેક્શન વિધેયક સંઘવાદના સિદ્ધાંતોને નબળા પાડે છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી એ નવી વાત નથી. શ્રી શાહે કહ્યું કે, આ દેશમાં ત્રણ ચૂંટણીઓ વન નેશન વન ઈલેક્શન પદ્ધતિ હેઠળ યોજાઈ હતી. તેમણે કહ્યું કે, 1952માં તમામ ચૂંટણીઓ એક સાથે થઈ હતી.

ડિસેમ્બર 7, 2024 8:05 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 8:05 એ એમ (AM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે – વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમા ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ, શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સેહગલ પણ ભાગ લેશે.

નવેમ્બર 19, 2024 2:07 પી એમ(PM) નવેમ્બર 19, 2024 2:07 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં “ફિલાવિસ્ટા 2024” પ્રદર્શનનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દાંડી કુટિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન “ફિલાવિસ્ટા 2024”નું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા શાહ આજે ગુજરાતમાં કેટલાંક મહત્વનાં કાર્યક્રમોમાં હાજરી આપશે.શાહ ગાંધીનગરના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં 50મા અખિલ ભારતીય પૉલીસ વિજ્ઞાન અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.બપોર બાદ તેઓ હિમ્મતનગરમાં આવેલ...