માર્ચ 9, 2025 7:27 પી એમ(PM) માર્ચ 9, 2025 7:27 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડાશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કૉ-ઑપરેટિવ ઝૂંબેશ સાથે જોડવામાં આવશે. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકના અમદાવાદના જેતલપુર ખાતે યોજાયેલા સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં વાહનચાલકો માટે પણ કૉ-ઑપરેટિવ મૂવમેન્ટ અને બીજ ઉત્પાદન સહિતનાં ક્ષેત્રોને પણ જોડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શ્રી શા...

ફેબ્રુવારી 6, 2025 8:09 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:09 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના ડોંગરગઢ વિસ્તારમાં ચંદ્રગિરી તીર્થ ખાતે આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના “પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવ અને શ્રી એક હજાર આઠ સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞ”માં હાજરી આપી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના ડોંગરગઢ વિસ્તારમાં ચંદ્રગિરી તીર્થ ખાતે આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના "પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવ અને શ્રી એક હજાર આઠ સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞ"માં હાજરી આપી હતી. ચંદ્રગિરી તીર્થની મુલાકાત દરમિયાન શ્રી શાહે મહામુનિરાજની સમાધિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સભાને સંબોધતા, ગૃહમંત્રીએ સત્ય, અહિંસા અને સખાવતનાં મૂલ્યોને જાળવી રાખવા માટે સમાજને એક કરવા બદલ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્ર...

ડિસેમ્બર 25, 2024 8:54 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:54 એ એમ (AM)

views 2

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.

સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું વિતરણ પણ કરશે. આનાથી પંચાયતોને ધિરાણની સુવિધા મળશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને ગ્રામજનો માટે યોજનાઓનો લાભ મેળવવાનું સરળ બનશે. નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ગ્રામીણ વિસ્તારોમાં સહકારી સંસ્થાઓના વિકાસમાં મદદરૂપ થશે...

નવેમ્બર 5, 2024 9:47 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:47 એ એમ (AM)

views 7

ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જેની 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકેની ઓળખ મળી છે :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જેની 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકેની ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે મળેલી કેન્દ્રીય હિન્દી સમિતિની 32મી બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આ કહ્યું. કેન્દ્રીય હિન્દી સમિતિએ ઉચ્ચ કક્ષાની સમિતિ છે, જે હિન્દી ભાષાના વિકાસ અને પ્રસાર- પ્રચાર માટે માર્ગદર્શન પૂરું પાડે છે. શ્રી શાહે હિન્દીને મજબૂત કરવા માટે બે મોટી પહેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રથમ હિન્દી સાહિત્ય અને તેના વિવિધ વ્યાકરણ સ્વરૂપોની વૃદ્ધિ, જા...