નવેમ્બર 1, 2024 8:47 એ એમ (AM) નવેમ્બર 1, 2024 8:47 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઇકાલે સરદાર વલ્લભભાઇ પટેલને અખંડ ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઇકાલે સરદાર વલ્લભભાઇ પટેલને અખંડ ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બોટાદ પાસે સાંરગપુર ખાતે શ્રી શાહે જણાવ્યું કે સરદાર પટેલનું સન્માન કરવા માટે સરકારે આગામી બે વર્ષ માટે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઇકાલે સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિ...

ઓક્ટોબર 4, 2024 7:41 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:41 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું. શ્રી શાહે માણસા ખાતે 244 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર સિવિલ હૉસ્પિટલ તેમજ 85 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ કર્યો. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે અનેક પ્રયાસો કર્યા છે. તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત અભિયાનથી તેની શરૂઆત કરી, પ્રત્યેક ઘરમાં શૌચાલય બનાવ્યા, યુવાનોને રમત-ગમત માટે પ્રોત્સાહિત કર્યા ત...

સપ્ટેમ્બર 20, 2024 2:45 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 2:45 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનાં ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે મંત્રણા ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના-શિંદે જૂથ અને એનસીપી-અજીત પવાર જૂથનો સમાવેશ થાય છે. શ્રી શાહ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ તથા અજીત પવાર સાથે બેઠક કરશે. શ્રી શાહ બેઠક વહેંચણી અંગેની વાટાઘાટનો તાગ મેળવવા માટે નાગપુર, છત્ર...

સપ્ટેમ્બર 10, 2024 2:32 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2024 2:32 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું

આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું- રાજ્યો અને કેન્દ્રીય પોલીસ માટેના 'સાયબર કમાન્ડો' કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટરમાં વેબ-આધારિત મોડ્યુલ સમન્વય, સાયબર ક્રાઈમ ડેટા રિપોઝીટરી, શેરિંગ, મેપિંગ અને એનાલિટિક્સ માટેનું પ્લેટફોર્મ તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સંકલન સાધનનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીએ સાયબર સુરક્ષાને વધારવા માટે રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોમાં પ્રશિક્ષિત નિષ્ણાતોની પાંખની સ...

ઓગસ્ટ 13, 2024 7:38 પી એમ(PM) ઓગસ્ટ 13, 2024 7:38 પી એમ(PM)

views 6

અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં જોડાવવા યુવાનોને અપીલ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે તિરંગા યાત્રા દેશભક્તિ અને વર્ષ 2024 સુધી દેશના વિકાસના પ્રતિક સમાન છે. અમદાવાદના વિરાટનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સફળતાના શિખર સર કરી રહ્યો છે. તેમણે નાગરિકોને, ખાસ કરીને યુવાનોને વર્ષ 2047 સુધી ભારતના વિકાસ માટેના લક્ષ્યાંક સંદર્ભે સક્રીય રીતે યોગદાન આપવા અપીલ કરી હતી.આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ...

જુલાઇ 1, 2024 7:51 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:51 પી એમ(PM)

views 11

નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, આજથી અમલી બનેલા ત્રણ ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, ફોજદારી ન્યાય વ્યવસ્થા પૂર્ણ રીતે સ્વદેશી છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપી હતી. શ્રી શાહે જણાવ્યું કે નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પૂર્વે માત્ર પોલીસના અધિકારોની રક્ષા થતી હતી. જોકે હવે પીડિત અને ફરિયાદીના અધિકારોનું પણ રક્ષણ થશે. ગૃહમંત્રીએ વિપક્ષ સામે ન...