ફેબ્રુવારી 5, 2025 8:08 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 8:08 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સુરક્ષા એજન્સીઓને શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવીને આતંકવાદ સામે લડવા નિર્દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં શ્રીશાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવા માટે કટિબદ્ધ છે.ગૃહમંત્રીએ તમામ સુરક્ષા એજન્સીઓને 'શૂન્ય ઘૂસણખોરીને લક્ષ્ય બનાવીને આતંકવાદ સામેની લડતને આગળ વધારવાનો નિર્દેશ આપ્યો હતો.શાહે નવા ફોજદારી કાયદાઓના સમયસર અમલીકરણને ધ્યાનમાં રાખીને એજન્સીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ...

ફેબ્રુવારી 4, 2025 9:36 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 9:36 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે જમ્મુ-કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે. દરમિયાન અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, ગૃહ સચિવ ગોવિંદ મોહન, જાસૂસી સંસ્થા તેમજ રૉ જેવી સંસ્થાઓના વડા પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM)

views 9

રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી છે. નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્ય મંત્રી, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ અને DGP દ્વારા દર અઠવાડિયે સમીક્ષા કરવા પર પણ ભાર મૂક્યો હતો. શ્રી શાહે ત્રણ નવા ફોજદારી કાયદાના સાર આપતા આ નવા કાયદાઓમાં F.I.R. નોંધાયા બાદ ત્રણ જ વર્ષમાં ન્...

જાન્યુઆરી 30, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:23 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં શ્રી શાહે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવા બદલ અને ઝીરો FIRને 100 ટકા FIRમાં રૂપાંતરિત ક...

જાન્યુઆરી 23, 2025 7:40 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:40 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની છે. ૧૨ કરોડ પરિવારોના ૬૦ કરોડ લોકોને આરોગ્ય કવચ પુરૂ પાડયું છે.છેલ્લા આઠ વર્ષમાં ૩૧૭ કરોડ દર્દીઓએ PMJAY યોજનાનો લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. ગૃહમંત્રીએ ઉમેર્યું કે, દેશભરમાં ૭૧ કરોડ આભાકાર્ડ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આ...

જાન્યુઆરી 23, 2025 3:22 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 3:22 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં પહોંચ્યા છે.. તેમણે સુરતના વેસુ વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર મહાવીર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં પહોંચ્યા છે.. તેમણે સુરતના વેસુ વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર મહાવીર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણના કાર્યક્રમ બાદ તેઓ સભા સ્થળે પહોંચી રહ્યાં છે. ઘણા લાંબા સમય બાદ અમિત શાહ સુરતના પ્રવાસે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો, નેતાઓ, અગ્રણીઓ સભા સ્થળે ઉપસ્થિત રહ્યાં છે. સુરત ખાતેનો લોકાર્પણનો કાર્યક્મ પૂર્ણ કરીને અમિત શાહ અમદાવાદ પરત ફરશે અને અહીં અમદાવાદ મહાગનરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ પ્રજાલક્ષી વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

જાન્યુઆરી 16, 2025 7:38 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 7:38 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, સરકારે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપ્યું છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડનગર હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણ ધર્મોનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. આજે વડનગરમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા શાહે કહ્યું, "આજે, અમે વડનગરને ભારત અને વિશ્વના નકશા પર સ્થાન આપી રહ્યા છીએ."તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન શહેરને ઇતિહાસ અને પરંપરાઓની ભૂમિ ગણાવી હતી.શાહે ૨૯૮ કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્મિત પુરાતત્વીય અનુભવાત્મક સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું.આ સંગ્રહાલય વડનગરના ૨,૫૦૦ વર્ષથી વધુના સાંસ્કૃ...

જાન્યુઆરી 16, 2025 2:35 પી એમ(PM) જાન્યુઆરી 16, 2025 2:35 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું  

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વડનગરમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. અનંત અનાદી વડનગરના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી અને ₹298 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12 હજાર 500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.આ મ્યુઝિયમના મકાનમાં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી 5000થી વ...

જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:41 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય ક્ષેત્રમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ રૂપિયાનાં ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શા...

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.