જૂન 27, 2025 1:53 પી એમ(PM) જૂન 27, 2025 1:53 પી એમ(PM)

views 16

ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસની મુલાકાતેઃ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસની મુલાકાતે છે. શ્રી શાહે આજે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી કરી. શ્રી શાહ આજે બપોરે ગાંધીનગરના ઇન્ફોસિટીમાં ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્કની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી આજે સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે. શ્રી શાહ આવતી કાલે ગોધરા જિલ્લાના વિંઝોલમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનાં વિવિધ પ્રોજેક્ટોનાં ખાતમૂહુર્ત અને લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેશ...

માર્ચ 30, 2025 7:58 પી એમ(PM) માર્ચ 30, 2025 7:58 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA વિકાસનો પર્યાય બની ગયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA વિકાસનો પર્યાય બની ગયું છે. આજે રાજ્યના ગોપાલગંજ જિલ્લાના પોલીસ લાઇન મેદાનમાં જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે જો NDA સત્તામાં આવશે તો પૂરની સમસ્યાનો ઉકેલ આવશે અને પૂરનો ભય ભૂતકાળ બની જશે. યુપીએ અને એનડીએ શાસનની સરખામણી કરતા શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા દસ વર્ષમાં બિહારને 9 લાખ 23 હજાર કરોડ રૂપિયા આપ્યા છે, જ્યારે યુપીએ શાસન દરમિયાન આ રકમ 2 લાખ 80 હજાર ...

માર્ચ 16, 2025 7:41 પી એમ(PM) માર્ચ 16, 2025 7:41 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોકરાઝાડમાં કહ્યું: ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બોડોલૅન્ડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોકરાઝાડમાં કહ્યું: ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બોડોલૅન્ડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.’ કોકરાઝાડ જિલ્લાના ડોટમા ખાતે ઑલ બોડો વિદ્યાર્થી સંઘના 57મા વાર્ષિક સંમેલનમાં મુખ્યઅતિથિ તરીકે સંબોધિત કરતાં તેમણે કહ્યું: ‘કેન્દ્ર સરકાર બોડો સમજૂતીની તમામ ધારાઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.’ શ્રી શાહે કહ્યું: ‘સમજૂતીની 82 ટકા ધારાઓ પહેલા જ પૂરી કરવામાં આવી છે. જ્યારે બાકીની ધારાઓને બે વર્ષમાં પૂર્ણ કરાશે.’ શ્રી શાહે જાહેરાત કરી કે, દિલ્હીમાં ટૂ...

ફેબ્રુવારી 27, 2025 2:03 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:03 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ભારતરત્ન નાનાજી દેશમુખની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં સતના જિલ્લાના ચિત્રકૂટમાં ભારતરત્ન નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દીનદયાળ સંશોધન સંસ્થાન દ્વારા દીનદયાળ પરિસર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ પણ હાજર રહેશે. દીનદયાળ સંશોધન સંસ્થાનના જનરલ મેનેજર અમિતાભ વશિષ્ઠે જણાવ્યું, શ્રદ્ધાંજલિ સમારોહમાં સંત મોરારિ બાપુ અને સ્વામી અચલાનંદાચાર્ય મહારાજ સહિત અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ફેબ્રુવારી 25, 2025 2:09 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 2:09 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે.શાહ આજે બપોરે ભોપાલના રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં યોજાનારા 2 દિવસના વૈશ્વિક રોકાણકાર સંમેલનના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. દરમિયાન શાહ મધ્યપ્રદેશના દૂધ સંગ્રહ માટે મોટી ભેટ આપશે. સંમેલન દરમિયાન મધ્યપ્રદેશ સરકારના રાષ્ટ્રીય ડૅરી વિકાસ બૉર્ડની સાથે સમજૂતી કરાર- MOU કરાશે અને તેના માધ્યમથી સાંચી દૂધનું રાષ્ટ્રીય સ્તર પર બ્રાન્ડિંગ કરાશે.કુશાભાઉ ઠાકરે આંતર-રાષ્ટ્રીય કન્વૅન્શન સૅન્ટરમાં મધ્યપ્રદેશ રાજ્ય સહકારી ડેરી મહામંડળ ...

ફેબ્રુવારી 23, 2025 8:06 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:06 એ એમ (AM)

views 11

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચવેલા સૂચનો પર યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને મુખ્યસચિવોને એકંદર આરોગ્ય સુધારવા કુપોષણ દૂર કરવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે શ્રી શાહની અધ્યક્ષતામાં યોજાયેલી પશ્ચિમ ક્ષેત્રિય પરિસદની 27મી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં શ્રી શાહના સૂચનો પર તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા ખાતરી આપી હતી. શ્રી શાહે પશ્ચિમી રાજ્યો વચ્ચે પરસ્પર સંવાદ અને સહકાર અંગે તેમ જ રાજ્યના વિકાસ સંબં...

ફેબ્રુવારી 20, 2025 7:59 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:59 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં પૂર્વોત્તરના લગભગ 10 હજાર 500 યુવાનોએ તેમના હથિયારો સમર્પણ કરી મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. નવી દિલ્હીમાં આસામ રાઈફલ્સ દ્વારા આયોજિત એકતા ઉત્સવ - વન વોઈસ, વન નેશનને સંબોધિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉત્તર પૂર્વની ઓળખને અષ્ટલક્ષ્મી તરીકે સ્થાપિત કરીને એક નવો આયામ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આર્થિક અને સાંસ્કૃતિક વિકાસથી લઈને રમતગમત, શિ...

ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે, શાહે ગુપ્ત માહિતી માટે ટેકનોલોજીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદી ભંડોળ પર દેખરેખ, નાર્કો-આતંકના કેસ પર પકડ મજબૂત બનાવવી અને જમ્મુ અને કાશ્મીરમાં સમગ્ર આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવી એ નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે.ગઈકાલે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠ...

ફેબ્રુવારી 11, 2025 7:31 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:31 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાયબર ગુનાઓનો સામનો કરવા માટે ચાર સ્તરીય રણનીતિ અપનાવી રહી છે, જેમાં સંકલન, સંદેશાવ્યવહાર અને ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આજે નવી દિલ્હીમાં 'સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ' પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, શ્રી શાહે સાયબર ક્રાઇમ અટકાવવા માટે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. તેમણે સમિતિના સભ્યોને આ સંદર્ભમાં જારી કરાયેલ હેલ્પલાઇન નંબર 1930નો શક્ય તેટલો વધુ પ્રચાર કરવા જણાવ્યું. શ્રી શાહે કહ્યું કે ગુનેગારોના ખાતાઓને ઓળખ...

ફેબ્રુવારી 6, 2025 2:10 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:10 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન તેઓ ડોંગરગઢમાં જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની સમાધિ સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને બમ્લેશ્વરી માતાજીના મંદિરે દર્શન પણ કરશે. શ્રી શાહ સૌથી પહેલા રાયપુર પહોંચશે. ત્યારબાદ બપોરે રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ માટે રવાના થશે. ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થયા બાદ શ્રી શાહ બપોરે રાયપુર હવાઈમથકથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે. ઉલ્લેખનીય છે કે, આચાર્ય વિદ્યાસાગર મહારાજ એક અત્યંત પ્રભાવશાળી દિગમ્બર જૈન સાધુ હતા. તેમને શિક્ષણ અને ધાર્મિક ...