માર્ચ 31, 2025 7:39 પી એમ(PM)

views 10

દિલ્હી-એન. સી. આર. માં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દિલ્હી-એન. સી. આર. માં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-એન. સી. બી. અને દિલ્હી પોલીસે ગેંગને પકડી લીધી હતી અને 27 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત નશાકારક પદાર્થો જપ્ત કર્યા હતા. એનસીબીની ટીમે ચાર નાઇજીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી. શ્રી શાહે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ચારેય નાઇજીરિયન વિદ્યાર્થી વિઝા ઉપર ભારતમાં રહેતા હતા અને એનસીઆરની યુ...

માર્ચ 31, 2025 7:38 પી એમ(PM)

views 9

નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં આરોગ્ય માળખાની કાયાપલટ કરી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા એક દાયકામાં સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્રમાં સુધારો કરવા માટે સર્વગ્રાહી અભિગમ અપનાવીને દેશના આરોગ્ય માળખાનું ઉત્થાન કર્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રાથમિકથી તૃતીય સ્તર સુધી આરોગ્ય માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. તેઓ આજે હરિયાણામાં હિસાર ખાતે મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજ કેમ્પસમાં મહારાજા અગ્રસેનની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી રહ્યા હતા.

ફેબ્રુવારી 18, 2025 7:22 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજાઇ. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કાર્યવાહી અને ન્યાયસહાયક સંબંધિત વિવિધ નવી જોગવાઈના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરાઇ. બેઠક બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ માહિતી આપી.

ફેબ્રુવારી 14, 2025 7:49 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કાયદાઓના અમલીકરણ અને પોલીસ, જેલો, અદાલતો, ફરિયાદ અને અન્ય સંસ્થાઓમાં નવી જોગવાઈઓની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતની ન્યાયિક વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાના ઉદ્દેશ્યથી...

ફેબ્રુવારી 14, 2025 2:16 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન પણ કરશે. સમારોહ બપોર બાદ હલ્દવાની ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થશે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ મેડલ ટેલીમાં આગળ છે, તેણે છેલ્લી છ આવૃત્તિઓ માંથી પાંચમી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.સર્વિસિસ સ્પોર્ટ્સ કુલ 68 સુવર્ણ , 26 રજત અને 27 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર 54 સુવર્ણ,71 કાંસ્ય અને 73 કાંસ...

જાન્યુઆરી 17, 2025 6:21 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વડનગરથી 45 દિવસના માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વડનગરથી 45 દિવસના માર્ગ સલામતી અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત આજે ગાંધીનગર નવા સચિવાલય પાસે હેલ્મેટ અને સીટ બેલ્ટની ખાસ ડ્રાઈવ શરૂ કરાઇ છે. જેમાં હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ કરાયો છે. 45 દિવસ સુધી ચાલનારી આ ઝુંબેશમાં નિયમનું પાલન ન કરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.

જાન્યુઆરી 16, 2025 7:42 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી એ વડનગરમાં ૪૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરનાં પ્રાચીન ઈતિહાસને જાળવવા માટે સરકારે કરેલા વિકાસ કાર્યોની માહિતી આપી.(Byte – Bhupendra Patel, Chief Minister )આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહે વડનગરનાં હાટકેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.શાહે મહેસાણા-ગાંધીનગર હાઇવે પર ગણપત યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ(FTI...

ડિસેમ્બર 30, 2024 7:51 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કરોડોના ખર્ચે તૈયાર થનારા નવા મકાનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. અહીં તેમણે જૈના દેરાસર અને આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વાર્ષિકોત્સવના પૂર્ણાહુતિના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વિશેષ પૂજન અને અભિષેકના કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજચંદ્ર આશ્રમ દ્વારા નિર્માણ થનારા નવા મકાનનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હ...

ડિસેમ્બર 30, 2024 2:14 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વલસાડના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજર રહ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. શ્રી શાહ વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપવા આવ્યા છે. હાલ આ કાર્યક્રમમાં શ્રી શાહ ઉપરાંત રાજયના ઉર્જામંત્રી કનુ દેસાઇ અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે. આ દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકભિષેક સમારોહમાં હાજરી આપશે.

નવેમ્બર 19, 2024 8:05 પી એમ(PM)

views 7

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી એ કહ્યું કે છેલ્લા દાયકામાં જમ્મુ કાશ્મીર, ઉત્તરપૂર્વ અને નકસલગ્રસ્ત વિસ્તારોમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગર ખાતે કહ્યું હતું કે જમ્મુ અનેકાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદથી પ્રભાવિત પ્રદેશોમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે.ગુજરાતના ગાંધીનગરમાં 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરતાં શાહે કહ્યું હતું કે છેલ્લા પચાસ વર્ષોમાં દેશ દુનિયામાં અનેક પરિવર્તનો આવ્યા છે તેમ પોલીસની ભૂમિકા પણ બદલાઇ છે.બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD) અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના  સંયુક્ત  ઉપક્રમે યોજાયેલા આ સંમેલનમાં બોલતા,કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું ...