સપ્ટેમ્બર 10, 2024 9:00 એ એમ (AM)

views 11

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે. દર્દીને પ્રવાસ દરમિયાન ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. હાલમાં મન્કીપોક્સનું સંક્રમણ ધરાવતા દેશનો પ્રવાસ કરનારા આ યુવા પુરુષ દર્દીને આઇસોલેશન સુવિધા ધરાવતા વિશેષ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. દર્દીની સ્થિતિ સ્થિર છે. મંત્રાલયે જણાવ્યું કે, હાલમાં દેશનાં નાગરિકો માટે કોઈ વ્યાપક સંક્રમણનાં જોખમનો સંકેત નથી અને રોગનો ફેલાવો અટકાવવા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

ઓગસ્ટ 20, 2024 2:34 પી એમ(PM)

views 16

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હૉસ્પિટલ અને સંસ્થાનોના વડાઓને પત્ર લખી સુરક્ષા વધારવા કહ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હૉસ્પિટલ અને સંસ્થાનોના વડાઓને પત્ર લખી સુરક્ષા વધારવા કહ્યું છે. પત્રમાં મંત્રાલયે આવવા-જવાના દરવાજા તથા સંવેદનશીલ વિસ્તાર સહિત મુખ્ય સ્થાન પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ આપ્યા છે. ઇમરજન્સી આપાત સ્થિતિમાં તાત્કાલિક પગલાં માટે એક નિયંત્રણ કક્ષ પણ બનાવવા મંત્રાલયે કહ્યું છે. વધુમાં યોગ્ય દેખરેખ માટે હૉસ્પિટલ પરિસરમાં દેખરેખ માટે પૂરતી સંખ્યામાં તાલીમબદ્ધ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવા જણાવાયું છે. તમામ હૉસ્પિટલને પરિસરમાં આરોગ્ય સેવાકર્મીઓ વિરુદ્...

ઓગસ્ટ 16, 2024 7:17 પી એમ(PM)

views 12

સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિર્દેશ આપ્યો છે કે સંસ્થાના વડાઓની ડોક્ટરો સામે હિંસાના કિસ્સામાં વધુમાં વધુ છ કલાકની અંદર સંસ્થાકીય FIR દાખલ કરવાની જવાબદારી રહેશે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે આ અંગે કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના વડાને પત્ર લખ્યો છે.કોલકાતામાં એક ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના અને આ મુદ્દે રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવેલા વિરોધને પગલે આ દિશાનિર્દેશ છે.