ઓક્ટોબર 15, 2024 10:52 એ એમ (AM)

views 8

ગૃહ મંત્રી અમિત શાહ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા – I.P.S.ના પ્રૉબેશનર્સ સાથે સંવાદ કરશે. દરમિયાન પ્રૉબેશનરી અધિકારી ગૃહમંત્રી સાથે પોતાની તાલીમ અંગેનો અનુભવ રજૂ કરશે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અધિકારીઓને દેશની આંતરિક સલામતી સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપશે.    ભારતીય પોલીસ સેવા 2023 બેચમાં 54 મહિલા અધિકારીઓ સહિત કુલ 188 અધિકારી તાલીમાર્થીઓએ પાયાના અભ્યાસક્રમ તાલીમ પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. દિલ્હીમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ – C.A.P.F. અને કેન...

સપ્ટેમ્બર 20, 2024 7:54 પી એમ(PM)

views 7

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ઝારખંડમાં પોલીસ મેદાન ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું હતું કે, જો ભાજપને સત્તા મળશે તો 75 વર્ષ કે તેથી વધુના વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા અપાશે. ગીરીધમાં બીજી રેલીને સંબોધતાં તેમણે મત માટે ઘુસણખોરોને ઝારખંડ સરકાર સંરક્ષણ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.