જાન્યુઆરી 29, 2025 7:04 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:04 પી એમ(PM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના સાઉદવાડી ખાતે આજે મિશન વાત્સલ્ય અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક યોજાઈ ગઈ. આ કાર્યક્રમ દરમિયાન બાળ સુરક્ષા એકમ દીવનાં અધિકારી મૈત્રી ભટ્ટે પ્રતિનિધિઓને પોક્સો કાયદા તથા બાળ અધિકાર, બાળ મજૂરી અને બાળકોને લગતા કાયદાઓનું માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બાળકોને પજવણી થાય તો 1098માં ફોન કરીને ફરિયાદ કરવા જણાવ્યું.

જાન્યુઆરી 29, 2025 3:07 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 3:07 પી એમ(PM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સલૅન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સલૅન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે. નાની દમણ સ્વામી વિવેકાનંદ મેદાનમાં સવારથી ભારે સંખ્યામાં રમતગમત વિભાગ દ્વારા તેમની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન ટેબલ ટેનિસ, તીરંદાજી અને એથ્લેટિક્સ માટે પસંદગી કરાશે એમ રમતગમત અધિકારી અક્ષય કોટલવાલે જણાવ્યું હતું

જાન્યુઆરી 18, 2025 8:21 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:21 એ એમ (AM)

views 2

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના અથાલ સ્થિત ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ અને જિલ્લા પ્રસાસનના સયુંકત ઉપક્રમે ઓફ સાઇટ મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી. ગેઈલના ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અને ત્યારબાદ આગની ઘટનાઓ પર કેવી રીતે કાબુ મેળવવો તેની તાલીમ આપવા માટે ઑફ-સાઇટ મોક ડ્રીલ યોજવામાં આવી હતી.

ડિસેમ્બર 27, 2024 7:29 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:29 પી એમ(PM)

views 5

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દેવકા સહિતના અન્ય વિસ્તારોની હૉટેલ રોશનીથી શણગારવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દેવકા સહિતના અન્ય વિસ્તારોની હૉટેલ રોશનીથી શણગારવામાં આવી છે. મિની ગોવા તરીકે ઓળખાતા દમણમાં હાલમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM) ડિસેમ્બર 15, 2024 8:20 એ એમ (AM)

views 4

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ એસ્ટોનિયા યુરોપમાં યોજાયેલી રોબોટેક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતીય રાજદૂતભવન દ્વારા આ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. લાઈન-ફોલોઇંગ રોબોટ, ફાયર ફાઇટિંગ રોબોટ, ફોક રેસ અને એંટરપ્રેન્યોરશિપ ચેલેન્જમાં ભાગ લઇ વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સથી પ્રેરિત પ્રોજેક્ટ જેવા એઆઈ બેસ્ડ વેસ્ટ સેગરેગેશન સીસ્ટમ બાળકોની દેખભાળ માટે રોમા રોબોટ અને મિક્સડ રીયાલીટી એપ પ્રસ્તુત કરી હતી.

સપ્ટેમ્બર 29, 2024 7:07 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 7:07 પી એમ(PM)

views 3

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાંવિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા “જવાબદારપ્રવાસન મોડેલ”માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માનકરાયું છે. પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને દુધનીગામે આ સિદ્ધિ હાંસલ કરી છે. દુધની ગામ એ કુદરતી અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વવિખ્યાત પણ છે...