જાન્યુઆરી 10, 2025 6:53 પી એમ(PM)

views 11

કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા

કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા. અગાઉ, ડિસેમ્બર 2024 માં 89 હજાર 86 કરોડ રૂપિયાની કરવેરા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિને રાજ્યોને તેમના મૂડી ખર્ચમાં વધારો કરવા અને વિકાસ અને કલ્યાણ ખર્ચને નાણાં પૂરા પાડવા સક્ષમ બનાવવા માટે વધુ ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશને સૌથી વધુ હિસ્સો 31 હજાર કરોડથી વધુ ટ્રાન્સફર કરાયા, ત્યારબાદ બિહાર અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે.

ઓક્ટોબર 18, 2024 9:35 એ એમ (AM)

views 15

કેન્દ્રએ દુશ્મન સંપત્તિના નિકાલ માટેની માર્ગદર્શિકા, 2018 માટેના માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ જાહેર કર્યો

કેન્દ્રએ દુશ્મન સંપત્તિના નિકાલ માટેની માર્ગદર્શિકા, 2018 માટેના માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આદેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે એક સૂચનામાં જાહેરાત કરી છે કે સુધારેલી માર્ગદર્શિકાને હવે દુશ્મન સંપત્તિના નિકાલ માટેની માર્ગદર્શિકા (સુધારા) ઓર્ડર, 2024 કહેવામાં આવશે. આ હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડ રૂપિયાથી ઓછી અને શહેરી વિસ્તારોમાં 5 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની મિલકતો પહેલા હાલના રહેવાસીઓને ખરીદી માટે ઓફર કરવામાં આવશે. સુધારામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોની વ્યાખ્યાઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે.

જુલાઇ 16, 2024 3:53 પી એમ(PM)

views 12

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોલીસ સ્ટેશનને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવા જણાવ્યું

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને પોલીસ વિભાગના નિયંત્રણ હેઠળની જગ્યાને સાક્ષીઓની તપાસ માટેના સ્થળ તરીકે ઉપયોગમાં ન લેવામાં આવે.કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ અંગે તમામ રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 હેઠળ ઓડિયો-વિડિયો ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા સાક્ષીઓની તપાસ માટેના સ્થળની પસંદગી કરવા જણાવાયું છે. ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિન...