નવેમ્બર 19, 2024 3:27 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલફીડ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે સાબરકાંઠાના હાજીપુરામાં કેટલફીડ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું. પશુપાલકોની માંગ અનુસાર સાબરદાણ મળી રહે તે માટે વધુ ક્ષમતા વાળો આ પ્લાન્ટ શરૂ થયો છે. અંદાજે ૨૧૦ કરોડના નવીન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકપર્ણ કર્યું હતું. દૈનિક 800 મેટ્રીક ટનની ઉત્પાદન ક્ષમતાવાળા આ નવો પ્લાન્ટ 35 હજાર 87 ચોરસમીટરના વિસ્તારમાં નિર્માણ પામ્યો છે