ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM) ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 17

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યો. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં સરળતાથી પહોંચશે. દર વર્ષે 65 હજાર કન્ટેનર આ યાર્ડથી સપ્લાય થશે.

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 5

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

ઓક્ટોબર 17, 2024 8:05 એ એમ (AM) ઓક્ટોબર 17, 2024 8:05 એ એમ (AM)

views 4

રાજ્ય સરકારે પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને 13 કરોડ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને 13 કરોડ 48 લાખ રૂપિયાથી વધુના ખર્ચે અપગ્રેડ એટલે કે, અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે પોરબંદર જિલ્લાના અનેક માછીમારો અને નાની-મોટી બોટને વિવિધ લાભ થશે. 100 ટકા રાજ્ય પુરસ્કૃત મત્સ્ય કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્ર ખાતે આંતરિક માર્ગ જોડાણ, બૉટ રિપેરિંગ શૉપ, દરિયાઈ સલામતીને લગતી સુવિધાઓ, પાણીની સુવિધાનું જોડાણ, લાઈટિંગ, અગ્નિશમનને લગતી સુવિધાઓ જેવી માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરાશ...

ઓગસ્ટ 8, 2024 8:08 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:08 પી એમ(PM)

views 9

જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું

જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે... રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની કૃષિ મંત્રીએ ભલામણ કરી હતી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની એક બોટલ, ૪૫ કિલોગ્રામ દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. કૃષિમંત્રીએ નેનો યુરીયાના ઉપયોગ માટેની રાજ્ય સરકારની યોજના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુ...

ઓગસ્ટ 1, 2024 3:01 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 3:01 પી એમ(PM)

views 8

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે. જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ઉપરાંત કુલ ૨૨.૯૦ લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર કરાયું છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે મોટા પાયે ખરીફ પાકનું વાવેતર કરાયું છે.ગત ...