જૂન 21, 2025 10:30 એ એમ (AM) જૂન 21, 2025 10:30 એ એમ (AM)

views 3

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ બપોરે 12.30 વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરીને ગાંધીનગર સરકિટ હાઉસ ખાતે આણંદ સ્થિત ડાયરેક્ટર ઓફ મેડિક્લિનલ એરોનેટિકસ રિસર્ચ અંગેની કામગીરીની સમીક્ષા કરશે. ત્યારેબાદ તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રધ્ધાંજલી અર્પીને રૂપાણીના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના અર્પણ કરશે..

માર્ચ 5, 2025 6:20 પી એમ(PM) માર્ચ 5, 2025 6:20 પી એમ(PM)

views 7

જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી

જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે પશુપાલન અને વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.સાથે જ પશુપાલકોને સહાય ચૂકવવા ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિંસક પ્રાણીના શિકારથી પશુપાલકોના 34 ઘેટાં બકરાંના મોત થયા હતા.

જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 6:41 પી એમ(PM)

views 6

કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

કૃષિમંત્રી રાઘવજી પટેલે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. શ્રી પટેલે જણાવ્યું કે, હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારસુધી 5100 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે અને બાકી રહેલા ખેડૂતોની મગફળીનીખરીદીની કામગીરી ચાલુ છે.શ્રીપટેલે જણાવ્યું કે, એક ખાતેદાર ખેડૂત પાસેથી સરકાર ૨૦૦ મણ મગફળી ખરીદે છે અને બજારભાવ કરતા પ્રતિ મણ ૩૦૦થી ૩૫૦ રૂપિયા વધુ આપતા હોવાથી ખેડૂતો ખુશ છે.   

ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 4:34 પી એમ(PM)

views 8

જામનગર: કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમિયાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને લગતા નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી. નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ...

ઓગસ્ટ 20, 2024 7:20 પી એમ(PM) ઓગસ્ટ 20, 2024 7:20 પી એમ(PM)

views 9

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે "સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ"ના ૮૨ લાભાર્થીઓને ૧૭ કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (૨૦૧૬-૨૧) હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં આવવાથી કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને નાણાકીય સહાય મળી તેમજ કૃષિ ક્ષેત્રે મ...