માર્ચ 5, 2025 6:09 પી એમ(PM) માર્ચ 5, 2025 6:09 પી એમ(PM)

views 16

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 14 લાખ 4 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો

કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 14 લાખ 4 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ અપાયો છે. વિધાનસભામાં પ્રશ્નો ના જવાબ આપતા આદિજાતિ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આ યોજના થકી આદિજાતિ ખેડૂતઓની આવકમાં 40થી 60 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.શ્રી ડિંડોરે કહ્યું કે આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને વર્ષ 2022-23માં સુધારેલું મકાઈનું બિયારણ અને શાકભાજીનાં નિયત બિયારણમાંથી કોઈ પણ બિયારણ ઉપરાંત 50 કિલો ડી.એ.પી. તથા 50 કિલોપ્રોમનું ખાતર આપવામાં આવ્યું હતું.  

ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 13

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.