ફેબ્રુવારી 25, 2025 3:20 પી એમ(PM)

views 16

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં 'કિસાન સન્માન સમારોહ' સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં 18 લાભાર્થીઓને 16 લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું. જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કૃષિ તકનિકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલની ખેડૂતોએ મુલાકાત લીધી હતી. દરમિયાન, મહેસાણા જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે યોજાયો,જેમાં 15 લાભાર્થીઓન...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 41

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 19મા હપ્તામાં રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને એક હજાર 148 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ડાંગના વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો 'કિસાન સન્માન' સમારોહમાં ...

ફેબ્રુવારી 24, 2025 7:57 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 200 જેટલા ખરીદ કેન્દ્રો પરથી 2 લાખ 6 હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે.મુખ્યમંત્રીએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કર્યું હતું.