જાન્યુઆરી 7, 2025 9:47 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 9:47 એ એમ (AM)
4
રાષ્ટ્રીય કક્ષાની ખો ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ
રાષ્ટ્રીય કક્ષાની ખો ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ૬૮મી એસ.જી.એફ.આઈ. અંડર ૧૪ ખો - ખો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આગામી સમયમાં યોજાશે. આ સ્પર્ધામાં રાજકોટની જી.કે.ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થીની શ્રી ઉર્વશી વંશ, શ્રી દીપિકા વાજા અને શ્રી શ્રદ્ધા બારિયાની પસંદગી કરાઈ છે. આ ખેલાડીઓએ પોતાના પ્રતિભાશાળી પ્રદર્શન દ્વારા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે તે બદલ રાજકોટ ખો-ખો એસોસિયેશનના સેક્રેટરી અને ખો-ખો કોચે તેમને અભિવાદન પાઠવ્યા ...