જાન્યુઆરી 30, 2025 7:59 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:59 પી એમ(PM)

views 4

ભારતના કિદામ્બી શ્રીકાંત, બેન્કૉકમાં થાઈલૅન્ડ માસ્ટર્સ બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે

ભારતના કિદામ્બી શ્રીકાંત, બેન્કૉકમાં થાઈલૅન્ડ માસ્ટર્સ બૅડમિન્ટન ટૂર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. વિશ્વ ચેમ્પિયનશીપના ચંદ્રક વિજેતા શ્રીકાંતે હૉન્ગકૉન્ગના જેસન ગુનાવાનને સીધા સેટમાં 21-19, 21-15થી હરાવ્યા હતા. આ પહેલા ગઈકાલે શ્રીકાન્તે પહેલા રાઉન્ડમાં ઈઝરાયેલના ડૅનિયલ ડુબોવૅન્કોને 21-13, 21-18થી હરાવ્યા હતા.

સપ્ટેમ્બર 26, 2024 7:51 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 7:51 પી એમ(PM)

views 3

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આજે મકાઉ ઓપનની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં દેશબંધુ આયુષ શેટ્ટીને 21-13,21-18થી હરાવ્યા હતા. મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રીસા જોલીની ભારતની ત્રીજી ક્રમાંકિત જોડીએ પણ લિન ચિહ-ચુન અને ટેંગ ચુન-સુનની તાઇવાનની જોડીને રાઉન્ડ ઓફ 16 મેચમાં 22-20, 21-11થી હરાવીને અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો હતો.