ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM) ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM)

views 5

હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની અને કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર-નેશનલ કોન્ફરન્સની સંયુક્ત સરકાર રચાવાની શક્યતા

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.અત્યાર સુધીનાં વલણો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.જમ્મુ કાશ્મીરમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લા બડગામ અને ગાંદરબાલ એમ બંને બેઠકો પર આગળ છે.કોંગ્રેસના પીરઝાદા મોહમ્મદ સઈદ અનંતનાગ બેઠક પર અને નેશનલ કોન્ફરન્સના અબ્દુલ મજીદ ભાટ અનંતનાગ પશ્ચિમ બેઠક પર આગળ છે.જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગન...

સપ્ટેમ્બર 29, 2024 7:01 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 7:01 પી એમ(PM)

views 4

કાશ્મીર ઝોનના પોલીસમહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી

કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષાકરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષકે અધિકારીઓને કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવામાટે તૈયાર રહેવા અને સતત તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વરિષ્ઠ પોલીસઅધિક્ષક અને જિલ્લાઓના સાયબર સેલ તેમજ આઈટી અને સોશિયલ મીડિયા સેલને સોશિયલ મીડિયાપર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી પર નજર રાખવા અને અફવા ફેલાવનારા લોકો પર નજરરાખવા જણાવ્યું હતું. શ્રી બિરડીએ કાશ્મીર ખીણમાં શાંતિ સુનિ...

જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM) જુલાઇ 17, 2024 2:19 પી એમ(PM)

views 8

કાશ્મીરમાં 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા

કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી 18 દિવસમાં ત્રણ લાખ 38 હજાર 143 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાનાં દર્શન કરી ચૂક્યા છે. ગઇ કાલ સાંજે આશરે 13,000થી વધુ શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન કર્યા હતા.આ શ્રધ્ધાળુઓ બાલતાલ અને ચંદનવાડી માર્ગ અને વિશેષ હેલિકોપ્ટરો દ્વારા દક્ષિણ કાશ્મીરની લિદ્દર ખીણમાં 3 હજાર 888 મીટર ઊંચાઈ પર આવેલી પવિત્ર ગુફા સુધી પહોંચ્યા હતા. આમાંથી મોટાં ભાગનાં યાત્રી પોતાનાં ગૃહ રાજ્ય પાછા ફરી ચૂક્યા છે.અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ શ્રધ્ધાળુઓમાં આઠ હજાર 500 પુરુષ,...