માર્ચ 19, 2025 7:02 પી એમ(PM) માર્ચ 19, 2025 7:02 પી એમ(PM)

views 5

કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી

કોડીનાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખનીજ ખનન કરતાં ઈસમો વિરૂદ્ધ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ૬૦,૩૦૩ મે.ટન ખનીજચોરી કરવા બદલ 3 કરોડથી વધુનો દંડ ફટકારાયો છે. કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતે ખાનગી માલિકીની જમીનમાં એક ઈસમ દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવતું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-૧૦,૫૯૭ મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું જણાયું હતું. જેની ખનીજ કિંમત કુલ રકમ ૫૩.૪૦ લાખની દંડની રકમ વસુલવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે જ રીતે ...

માર્ચ 11, 2025 7:04 પી એમ(PM) માર્ચ 11, 2025 7:04 પી એમ(PM)

views 3

માહિતીનો અધિકાર- R.T.I. કાયદાનો દૂરૂપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે

માહિતીનો અધિકાર- R.T.I. કાયદાનો દૂરૂપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, “રાજ્યભરમાં આ કાયદાનો દૂરુપયોગ કરનારા લોકો સામે 67 ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જ R.T.I. કાયદાનો દૂરુપયોગ બિલકુલ ચલાવી નહીં લેવાય તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. શ્રી સંઘવીએ R.T.I.ના નામે લોકોને છેતરતા નિષ્ણાતો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરી...