જાન્યુઆરી 24, 2025 2:12 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:12 પી એમ(PM)

views 3

રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયો

રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાનો બે દિવસીય ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ આજથી નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. શિક્ષણ મંત્રાલયે સંરક્ષણ મંત્રાલયના સહયોગથી તેનું આયોજન કર્યું છે. આ વર્ષે, રાજ્ય અને પ્રાદેશિક સ્તરની સ્પર્ધાઓ દ્વારા ૧૩ રાજ્યોમાંથી ૧૬ બેન્ડ ટીમોની ફાઇનલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ વખત, ત્રણ સરકારી શાળાઓની બેન્ડ ટીમોને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક મળી છે.

ઓક્ટોબર 4, 2024 7:20 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:20 પી એમ(PM)

views 7

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ વાગ્યે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ વાગ્યે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે. નાગરિકોએ તેમના પ્રશ્નોની અરજી લેખિતમાં આગામી ૧૨ ઓક્ટોબર સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા ખાતે રૂબરૂ અથવા ટપાલ ધ્વારા મોકલી આપવાની રહેશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. ૧૨ ઓકટોબર સુધીમાં મળેલ અરજીઓનો ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ મામલતદાર ગોધરા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.