જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM) જુલાઇ 26, 2024 1:58 પી એમ(PM)
6
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ સહિતના નેતાઓએ કારગીલ વિજય દિવસ પર શહીદોના બલિદાનને યાદ કર્યા
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ કારગિલ વિજય દિવસ પર સશસ્ત્રદળોનો આભાર વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રીમુર્મુ 1999માં કારગિલના પર્વતો પર દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે શહીદોનું આ બલિદાન અને વીરતા પ્રત્યેક નાગરિકને પ્રેરિત કરતા રહેશે. આજે લોકસભા અને રાજ્યસભાએ કાર્યવાહીના પ્રારંભમાં કારગીલ યુધ્ધના વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.