જુલાઇ 25, 2024 2:04 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. દરમિયાન તેઓ શિનકુલ લા ટનલના કામકાજનો પ્રારંભ કરાવશે. 4.1 કિલોમીટર લાંબી આ ટ્યૂબ ટનલ લેહમાં પ્રતિકૂળ હવામાન દરમિયાન વાહનવ્યહાર માટે નિમૂ-પદુમ-દારચારોડ પર અંદાજે 15 હજાર, 500 ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવશે.બાંધકામ પૂર્ણ થયા બાદતે વિશ્વની સૌથી ઉંચાઈએ આવેલી ટનલમાં સ્થાન પામશે.