નવેમ્બર 28, 2024 7:46 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:46 પી એમ(PM)

views 8

કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે

કર્મચારી રાજ્ય વીમા નિગમ - ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયની આજે બહાર પડાયેલી એક યાદીમાં જણાવ્યું છે કે, આ નિર્ણયથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને ગુણવત્તાયુક્ત અને વ્યાપક તબીબી સંભાળ સેવાનો લાભ થશે. લાભાર્થીઓ દેશભરમાં 30 હજારથી વધુ AB-PMJAY સાથે સંકાળાયેલી હોસ્પિટલોમાં ગૌણ તબીબી સેવાઓનો સારવારનો લાભ આર્થિક મહત્તમ મર્યાદા વિના મેળવી શકશે. યાદીમાં...

ઓક્ટોબર 27, 2024 10:06 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:06 એ એમ (AM)

views 5

ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 20 લાખ 74 હજારથી વધુ નવા કામદારોની નોંધણી

આ વર્ષે ઓગસ્ટ માસમાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 20 લાખ 74 હજારથી વધુ નવા કામદારોની નોંધણી કરવામાં આવી છે. દર વર્ષે કરાતા વિશ્લેષણ પ્રમાણે ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં ચોખ્ખી નોંધણીમાં 6.80 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 20.74 લાખમાંથી અંદાજિત 47 ટકા એટલે કે અંદાજિત 9 લાખથી વધુ કર્મચારીઓ 25 વર્ષ સુધીની વય જૂથના છે. પેરોલ ડેટાનું જાતિ-વાર વિશ્લેષણ સૂચવે છે કે ઓગસ્ટમાં મહિલા સભ્યોની ચોખ્ખી નોંધણી 4.14 લાખ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટમાં ESI યોજના સામાજિક સુરક્ષા હેઠળ 28 હજાર 917 નવી...