જાન્યુઆરી 10, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:16 પી એમ(PM)
3
ઉત્તરાયણના પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા માટે રાજ્યભરમાં કરૂણા અભિયાનનો આજથી પ્રારંભ
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયા હોય તેવા પક્ષીઓને બચાવવા અને તે પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં કરૂણા અભિયાનનો આરંભ થયો છે. ઉતરાયણના પર્વ દરમિયાન 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમા ઘાયલ થતાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ કંટ્રોલરૂમ અને સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે. જામનગર, પોરબંદર, કચ્છ સહિતના રાજ્યના જિલ્લાઓમાં આ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ પણ આરંભાયા છે. રાજ્યભરમાં યોજાયેલા આ અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ, સ્વંયસેવકો તેમજ પશુ સારવા...