નવેમ્બર 22, 2024 7:21 પી એમ(PM)

views 12

દિલ્હીમાં યોજાયેલી “કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન કપ” સ્પર્ધામાં ડાંગના 2 યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો

દિલ્હીમાં યોજાયેલી “કરાટે ઇન્ડિયા ઑર્ગેનાઈઝેશન ફેડરેશન કપ” સ્પર્ધામાં ડાંગના 2 યુવાનોએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. કરાટે રમતગમત સંગઠનના ગૌરાંગકુમાર ભિવસન અને વૈભવ માહલા નામના 2 યુવાનોએ વિવિધ રાજ્યોમાંથી આવેલા રમતવીરોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક, ડાંગના ધારાસભ્ય અને ડાંગ રમતગમત કરાટે સંગઠનના પ્રમુખ વિજય પટેલે બંને ખેલાડીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.