જાન્યુઆરી 30, 2025 1:55 પી એમ(PM)

views 15

ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે

ચૂંટણી પંચે આજે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને યમુના નદીમાં ઝેર ભેળવવાના તેમના આરોપો સંબંધિત નોટિસનો ચોક્કસ અને સ્પષ્ટ જવાબ કાલે સવાર સુધીમાં દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. પંચે શ્રી કેજરીવાલને લખેલા પત્રમાં તેમને એમોનિયાના સ્તરમાં વધારો થવાના લાંબા સમયથી ચાલી રહેલા અને કાયદેસર રીતે સંચાલિત મુદ્દા સાથે તેમની ટિપ્પણીઓનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. ચૂંટણી પંચે જાણવા માંગ્યું છે કે હરિયાણા સરકારે નદીમાં કયા પ્રકારનું ઝેર ભેળવ્યું હતું, જે ઝેરની માત્રા, પ્રકૃતિ અને નરસંહારનું કારણ બની શકે તે...