ઓક્ટોબર 17, 2024 7:13 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:13 પી એમ(PM)

views 5

કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા ગામમાં દીકરી ગૌરવોત્સવ કાર્યક્રમ યોજાયો

કચ્છ જિલ્લાના નખત્રાણાના ઉખેડા ગામમાં દીકરી ગૌરવોત્સવ કાર્યક્રમ યોજાયો. વિકાસ સપ્તાહ 2024 ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત શરૂઆત કચ્છ જિલ્લામાં પ્રથમ ઉખેડાથી કરાઇ છે. આ કાર્યક્રમ અંતર્ગત દીકરીઓનું પૂજન અને “ઘર કી પહેચાન બેટીઓ કે નામ” અભિયાન અંતર્ગત “દીકરી નેઈમ પ્લેટ” ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ તકે ઉખેડા ગામની પ્રથમ એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરનાર દીકરીનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર 12, 2024 7:45 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2024 7:45 પી એમ(PM)

views 6

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો

કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવને કારણે મૃત્યુઆંક વધીને 17 થયો છે. આ પૈકી 4 થી 5 ના મોત અન્ય કારણોસર કે હાર્ટને કારણે થયા હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આજે પ્રભારી સચિવ તેમજ આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટ અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

ઓગસ્ટ 16, 2024 4:15 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 4:15 પી એમ(PM)

views 9

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત

કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત નીપજયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે 17 અને 14 વર્ષના બે કિશોરો કેનાલમાં ન્હાવા ગયા હતા ત્યારે અકસ્માત થી પગ લપસતા બંને પાણી માં ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારરા બને ના મૃતદેહને બહાર કઢાયા હતા. પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે. બને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ઓગસ્ટ 9, 2024 10:32 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 10:32 એ એમ (AM)

views 9

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી

કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીએ ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આગામી મિટીંગ પૂર્વે બાકી રહેતા કામો ઇન્ડકેસમાં શૂન્ય કરવા અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં 2020-21 વર્ષ થી વર્ષ 2023-24 સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરીને તત્કાલ અસરથી ખૂટત...