માર્ચ 17, 2025 7:02 પી એમ(PM) માર્ચ 17, 2025 7:02 પી એમ(PM)

views 9

કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ

કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ છે. કચ્છના આકાશમાં વહેલી સવારે 3 વાગીને 12 મીનીટે અચાનક તેજસ્વી પ્રકાશ પૂંજ જોવા મળ્યો હતો. કેટલીક ક્ષણો માટે દિવસ ઊગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ ઘટના વિવિધ સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થઈ હતી. જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે આકાશવાણીને જણાવ્યું કે, ઉલ્કાનો મોટો ટુકડો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગ્યો હોવાનું અને આ દરમ્યાન તેના બે ટુકડા થયા હોવાનું જણાય છે.

જાન્યુઆરી 30, 2025 6:58 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 6:58 પી એમ(PM)

views 11

કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરવામાં આવી છે

કચ્છનાં લખપત તાલુકાના ગુનેરી ગામની કેટલીક જમીનને 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' જાહેર કરવામાં આવી છે. પ્રસ્તુત છે આ અંગે અમારા પ્રતિનિધીનો અહેવાલ... (VOICE CAST HEMANG PATNI) (પ્રવાસન અને પ્રકૃતિ માટે દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતા 'કચ્છ'ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના આશરે 33 હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વરા ગુજરાતની પ્રથમ“ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “ તરીકે જાહેર કરવામાં આવી છે. 'ઇનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટ અરબી સમુદ્રથી 45 કિલોમીટરના અંતરે અ...

જાન્યુઆરી 29, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:51 પી એમ(PM)

views 8

કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો

કચ્છનાં સફેદ રણ અને ‘રોડ ટુ હેવન’ વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો છે. પ્રવાસીઓ પ્લાસ્ટિકની બોટલ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટીકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ રણમાં ભરાયેલા પાણીમાં ન ફેંકે તે માટે કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આ જાહેરનામું આગામી 21 માર્ચ સુધી અમલમાં રહેશે.

જાન્યુઆરી 12, 2025 8:23 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:23 એ એમ (AM)

views 7

કચ્છમાં મુન્દ્રા પોલીસે ડ્ગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

કચ્છમાં મુન્દ્રા પોલીસે ૩૨.૪૭ ગ્રામ કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી ૩૨ લાખ 47 હજારની કિંમત આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નશાકારક પદાર્થ સાથે ઝડપાયેલો શખ્સ પંજાબનો હોવાનું બહાર આવ્યું છે. સરકારની ડ્રગ સામેની ઝીરો ટોલરન્સની નીતિને કારણે આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગયો છે. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે કચ્છમાં પંજાબના શખ્સો દ્વારા લાંબા સમયથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન પોલીસ નિષ્ફળ બનાવી રહી છે.

જાન્યુઆરી 9, 2025 7:06 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:06 પી એમ(PM)

views 7

કચ્છના મુંદરા કસ્ટમ્સે નાર્કૉટિક્સ દાણચોરી કેસમાં માદકપદાર્થ મોકલનારા ગુજરાતના રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી

કચ્છના મુંદરા કસ્ટમ્સે નાર્કૉટિક્સ દાણચોરી કેસમાં માદકપદાર્થ મોકલનારા ગુજરાતના રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે. કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજૅન્સ અને તપાસ શાખાએ આફ્રિકન દેશોમાં ગેરકાયદેસર માદકપદાર્થ મોકલવામાં સંડોવણીની ગુપ્ત માહિતીના આધારે NDPS કાયદા હેઠળ આ વ્યક્તિને પકડ્યો છે. ગત જુલાઈ મહિનામાં પશ્ચિમ આફ્રિકન દેશમાં જતા એક જ નિકાસકારના બે કન્સાઈન્મેન્ટ અટકાવ્યા હતા. જાહેર કરાયેલા માલસામાનમાં 110 કરોડ રૂપિયાનો માદકપદાર્થ છૂપાવવામાં આવ્યો હતો. આ કન્સાઈન્મેન્ટની વધુ તપાસમાં એક જ નિકાસકાર ...

ડિસેમ્બર 26, 2024 8:13 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 8:13 પી એમ(PM)

views 6

વર્ષ 2024નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશનાં પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે

વર્ષ 2024નું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે દેશ વિદેશનાં પર્યટકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. કચ્છમાં સફેદ રણ સહિતનાં વિવિધ આકર્ષણો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ અંગે પ્રસ્તુત છે અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધી હેમાંગ પટણીનો અહેવાલ....

ડિસેમ્બર 25, 2024 8:12 એ એમ (AM) ડિસેમ્બર 25, 2024 8:12 એ એમ (AM)

views 13

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે.

કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે આજથી બે દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ યોજાશે. કચ્છી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર આ કાર્યક્રમમાં 55 જેટલા કચ્છી સાહિત્યકારો, કલાકારો ભાગ લેશે. યુવાનો, વડિલો, બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છી માડુઓને ધ્યાનમાં રાખી કુલ 14 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવશે. કચ્છી સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવે ભુજમાં પત્રકાર પરિષદ યો...

ડિસેમ્બર 14, 2024 2:30 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 2:30 પી એમ(PM)

views 9

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

કચ્છ સહિત રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તાજેતરમાં હાથ ધરાયેલી ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા ઝુંબેશનો કચ્છમાં 24 હજાર 246 લોકોએ લાભ લીધો હતો. જેમાં 18, 19 વર્ષના 6 હજાર 171 યુવાનોએ નામ નોંધણી કરાવીને આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. તાજેતરમાં હાથ ધરાયેલી મતદારયાદી સુધારણા ઝુંબેશ દરમ્યાન વિધાનસભા મત ક્ષેત્ર મુજબ વિવિધ સુધારા માટે ફોર્મ ભરાયા હતા. જેમાં મતદારયાદીમાં નામ નોંધણી માટે ફોર્મ નં.6 અબડાસામાં બે હજાર 233, માંડવી બે હજાર 4...

નવેમ્બર 22, 2024 7:24 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:24 પી એમ(PM)

views 7

કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે

કચ્છના ધોળાવીરાનો ભારત સરકારના સ્વદેશ દર્શનના બીજા તબક્કાની પરિયોજના હેઠળ સર્વગ્રાહી વિકાસ કરાશે. યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ ધોળાવીરામાં 135 કરોડ રૂપિયાના ખર્ચે કચ્છની સંસ્કૃતિ, કળા અને ઇતિહાસને ઉજાગર કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉ સહિતના વિવિધ વિકાસકાર્યો હાથ ધરાશે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શનના બીજા તબક્કા અંતર્ગત રાજ્યના ધોળાવીરા અને દ્વારકા સહિત દેશના 50 સ્થળોની પસંદગી કરાઈ છે. ધોળાવીરાને ટકાઉ અને પ્રતિભાવ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર 2 ભાગમાં કામગીરી કરાશે. પ્રથમ તબક્કામાં ...

નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:52 એ એમ (AM)

views 11

આજથી ધોરડો ખાતે કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે

કચ્છના સફેદ રણ ધોરડોમાં આજથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થશે. જો કે, આજથી માત્ર ટેન્ટસિટી શરૂ કરવામાં આવશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો – ક્રાફટ બજાર વિગેરે આગામી પહેલી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 7.42 લાખથી વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની સંભાવનાના પગલે પરમિટ માટે ચાર નવી ટીકીટ બારી શરૂ કરવામાં આવી છે. આ સાથે ભૂજ થી ધોરડો સુધી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે.