માર્ચ 9, 2025 7:58 પી એમ(PM) માર્ચ 9, 2025 7:58 પી એમ(PM)

views 4

ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ ડૂબી ગઈ છે, અને 13 સૈનિકો ઘાયલ થયા છે કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ દેશના પૂર્વ કિનારા પર અસર પહોંચાડી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ ડૂબી ગઈ છે, અને 13 સૈનિકો ઘાયલ થયા છે કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ દેશના પૂર્વ કિનારા પર અસર પહોંચાડી રહ્યું છે, જેના કારણે 3 લાખથી વધુ લોકો વીજ સમસ્યાને લીધે અંધારપટનો સામનો કરી રહ્યા છે. બીજી શ્રેણીનો ચક્રવાત, આલ્ફ્રેડ નીચાણવાળા વિસ્તારમાં નબળું પડી ગયું હતું, પરંતુ તેમ છતાં ભારે વરસાદ અને તીવ્ર પવનોના કારણે ગઈકાલે લેન્ડફોલ પછી પૂરની ચેતવણીઓ વચ્ચે તારાજી સર્જાઇ હતી. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે વધુ ભારે વરસાદને કારણે અચાનક પૂર આવી શકે છે, ખાસ કરીને ક્વી...

જાન્યુઆરી 30, 2025 2:07 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 2:07 પી એમ(PM)

views 9

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. વિક્ટોરિયન ઇમરજન્સી સેવાઓએ આજે મેલબોર્નથી લગભગ 250 કિમી પશ્ચિમમાં આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કના દક્ષિણપશ્ચિમ કિનારાના 4 નાના શહેરોના રહેવાસીઓને તકેદારીના ભાગરૂપે વિસ્તાર ખાલી કરવા જણાવ્યું હતું. આજે સવારે વિક્ટોરિયા ઇમરજન્સી દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રિ દરમિયાન આગ વધુ પ્રસરે તેવી શક્યતાના પગલે સ્થળાંતર કરવું જરૂરી છે..

જાન્યુઆરી 25, 2025 6:27 પી એમ(PM) જાન્યુઆરી 25, 2025 6:27 પી એમ(PM)

views 7

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા

ઓસ્ટ્રેલિયામાં દાવાનળ ફાટી નીકળતા સંખ્યાબંધ મકાનો નાશ પામ્યા છે અને હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સત્તાવાળાઓએ બે દાવાનળ નજીકનાં શહેરોનાં નિવાસીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગને કારણે સલામત માર્ગ પર અસર પડતાં તેઓ હવે ઘર છોડીને નહીં જઈ શકે.પર્થથી 190 કિલોમીટર દૂર આર્થર રિવર ટાઉન પાસે આગથી 11 હજાર હેક્ટર જમીન બળી ગઈ છે. અહીંના નિવાસીઓને ઘરમાં જ આશરો લેવા સૂચના અપાઈ છે.રાજ્યનાં દક્ષિણ કાંઠાનાં લોકપ્રિય પર્યટન સ્થળ બ્રેમર બે પાસેની એક અન્ય આગથી પણ મોટું નુકસાન થયું...

જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM) જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM)

views 6

પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત ૧૮૫ રનમાં ઓલ આઉટ – ઓસ્ટ્રેલિયાના ૧ વિકેટે ૯ રન

સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટનાં પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 22 રન અને જાડેજાએ 26 રન કર્યા હતા. સ્કોટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયા વતી ચાર વિકેટ ઝડપી હતી.રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમાવી 9 રન કર્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા 176 રન પાછળ છે. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી.ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતને હરાવી શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. પ...

નવેમ્બર 23, 2024 8:29 પી એમ(PM) નવેમ્બર 23, 2024 8:29 પી એમ(PM)

views 4

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 46 રનની સરસાઈ મેળવી છે

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલઆઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતની કુલ સરસાઈ 218 રનની થઈ છે. ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કના 26 અને એલેક્સ કેરીના 21 રનની મદદથી પહેલી ઇનિંગમાં 104 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે પાંચ, હર્ષિત રાણાએ 3 અને મોહમ્મદ સિરાજે બે વિકેટો ઝડપી છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે યશસ્વ...

જુલાઇ 2, 2024 3:38 પી એમ(PM) જુલાઇ 2, 2024 3:38 પી એમ(PM)

views 19

અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાએ વિઝા ફીમાં વધારો કર્યો

ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી 710 ડોલરથી વધારીને 1,600 ડોલર કરી છે. આ પગલાથી ઓસ્ટ્રેલિયા દેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થી પ્રતિનિધિઓમાં રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આઅ નિયમ થકી સંભવિત વિદ્યાર્થીઓને અન્ય દેશમાં અભ્યાસ માટે જશે. વધુમાં આ નિયમ હેઠળ જેઓ ટેમ્પરરી ગ્રેજ્યુએટ, વિઝિટર અને મેરીટાઇમ ક્રૂ વિઝા પર હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે નહીં. દરમ...