ફેબ્રુવારી 6, 2025 7:44 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 7:44 પી એમ(PM)

views 2

આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે

આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટસ મીટ માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી નોંધાવી શકાશે. જિલ્લાના લોકોને સ્પોર્ટસ મીટમાં જોડાવા જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારિકે અપીલ કરી.

ઓગસ્ટ 9, 2024 2:44 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:44 પી એમ(PM)

views 6

લોકસભામાં નીરજ ચોપરા અને ભારતીય હોકી ટીમને ઓલિમ્પિકની સફળતા માટે બિરદાવવામાં આવ્યા

લોકસભાની કાર્યવાહી શરૂ થતા ગૃહમાં નિરજ ચોપરાને રજત ચંદ્વક જીત બદલ તેમજ ભારતીય ટીમને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આ ઐતિહાસિક જીતથી યુવાનોને જરૂર પ્રેરણા મળશે. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પ્રસંગે ગૃહમાં મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી.

ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 9:28 એ એમ (AM)

views 2

ભારતીય શટલર લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ઈતિહાસ રચ્યો છે. તે ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ બેડમિન્ટન ખેલાડી બન્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પ્રથમ મેડલ મહિલા ખેલાડી મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં જીત મેળવી છે. આ પછી તેણીએ સરબજોત સિંહ સાથે મળીને મિશ્ર ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જ્યારે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હવે લક્ષ્ય સેન પણ ઓલિમ્પિક મેડલથી માત્ર એક ડગલું દૂર છ...

જુલાઇ 30, 2024 8:07 પી એમ(PM) જુલાઇ 30, 2024 8:07 પી એમ(PM)

views 11

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના બેડમિન્ટન ખેલાડીઓ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં ઇન્ડોનેશિયાની જોડીને અંતિમ ગ્રુપ સી મેચમાં સીધા સેટમાં હરાવ્યા

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતના બેડમિન્ટન ખેલાડીઓ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં ઇન્ડોનેશિયાની જોડીને અંતિમ ગ્રુપ સી મેચમાં સીધા સેટમાં હરાવ્યા હતા. ગઈકાલે ઐતિહાસિક ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરનાર ત્રીજી ક્રમાંકિત સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ આજે લા ચેપલ એરેના ખાતે વિશ્વની સાતમી ક્રમાંકિત જોડી સામે 40 મિનિટમાં 21-13, 21-13થી જીત મેળવી હતી. પરિણામે ભારતીય જોડી બે મેચમાં બે જીત સાથે ગ્રુપ C સ્ટેન્ડિંગમાં ટોચ પર છે. બેડમિન્ટન મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ આવતીકા...

જુલાઇ 30, 2024 7:59 પી એમ(PM) જુલાઇ 30, 2024 7:59 પી એમ(PM)

views 21

મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા

ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજોત સિંહે આજે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં ભારત માટે બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો છે.. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. મનુ અને સરબજોતની જોડીએ દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હો સામે 16-10થી જીત મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ પહેલા મનુ ભાકરે રવિવારે 10 મીટર પિસ્તોલ શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ પહેલા, કલકત્તામાં જન્મેલા નોર્મન પ્રિચાર્ડ પ્રથમ બ્રિટિશ ભારતીય...

જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM) જુલાઇ 26, 2024 7:52 પી એમ(PM)

views 10

ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજે રાત્રે 11 વાગ્યાથી આરંભ થશે – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 સહિત તમામ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

રમત ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક સ્પર્ધાનો ફ્રાન્સના પેરિસમાં આજથી આરંભ થશે. ભારતીય સમય મુજબ આજે રાત્રે 11 વાગ્યે ઓલિમ્પિક સ્પર્ધાનો ઉદઘાટન સમારંભ સેન નદી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 ખેલાડીઓ હરમીત દેસાઇ, માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારિવાન ઉપરાંત તમામ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.