ડિસેમ્બર 7, 2024 9:08 એ એમ (AM) ડિસેમ્બર 7, 2024 9:08 એ એમ (AM)

views 2

ઓમાનની રાજધાની મસ્કતમાં આજથી જુનિયર મહિલા એશિયા હોકી કપનો આરંભ થશે.

ઓમાનની રાજધાની મસ્કતમાં આજથી જુનિયર મહિલા એશિયા હોકી કપનો આરંભ થશે. ટુર્નામેન્ટમાં દસ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ભારત, ચીન, મલેશિયા, થાઈલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પૂલ Bમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચાઈનીઝ-તાઈપેઈ, હોંગકોંગ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યોતિ સિંહની કપ્તાનીમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 15 ડિસેમ્બરે યોજાશે. સ્પર્ધામાંથી ટોચની પાંચ ટીમો આવતા વર્ષે ચિલીમાં યોજાનારી જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થશે

ડિસેમ્બર 5, 2024 8:46 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:46 એ એમ (AM)

views 2

ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે.

ઓમાનના મસ્કતમાં રમાયેલી પુરુષ જુનિયર હોકી એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 3-5 થી પરાજય આપી એશિયા કપ જીતી લીધો છે. આ જીત સાથે ભારતે આ ટૂર્નામેન્ટમાં પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. આ પહેલા ભારતે 2004, 2008, 2015 અને 2023માં આ ચેમ્પિયનશિપ જીતી હતી. ભારત માટે અરિજિત સિંહ હુંદલે ચાર ગોલ કરી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જ્યારે દિલરાજ સિંહે એક ગોલ કર્યો. પાકિસ્તાન તરફથી સુફીયાન ખાને બે અને હન્નાન શાહિદે એક ગોલ કર્યો હતો. હોકી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 5...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 2

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.

નવેમ્બર 28, 2024 2:44 પી એમ(PM) નવેમ્બર 28, 2024 2:44 પી એમ(PM)

views 2

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જૂનિયર એશિયા હોકી કપ 2024 સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે ટકરાશે.

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષોની જૂનિયર એશિયા હોકી કપ 2024 સ્પર્ધામાં ભારત તેની બીજી મેચમાં આજે જાપાન સામે ટકરાશે. શનિવારે ભારત ચાઈનઝ તાઇપેઇ સામે તથા ગ્રુપ સ્ટેજની ફાઇનલમાં રવિવારે કોરિયા સામે રમશે. પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું હતું. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ, શારદાનંદ તિવારી, દિલરાજ સિંહ, રોહિત અને મુકેશ ટોપ્પોએ એક-એક ગૉલ કર્યો...

જુલાઇ 18, 2024 2:35 પી એમ(PM) જુલાઇ 18, 2024 2:35 પી એમ(PM)

views 5

ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે

ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે. જીવિત નવમાંથી આઠ ભારતીય અને એક શ્રીલંકન નાગરિક છે. બાકીનાં છ સભ્યોની શોધખોળ ચાલુ છે. કોમોરોસનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમવી પ્રેસ્ટીજ ફાલ્કનમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકન સહિત ચાલક દળનાં 16 સભ્યો હતા. બચાવ અને શોધખોળ કામગીરીમાં ભારતીય નૌકા દળના યુધ્ધ જહાજ આઇએનએસ તેગે મહત્વની ભૂમિકા ભજવી છે. નૌકા દળના જહાજ અને પી-8 દરિયાઇ નિરીક્ષણ વિમાન મોકલવામાં આવ્યું છે. રાસ ...

જુલાઇ 17, 2024 2:10 પી એમ(PM) જુલાઇ 17, 2024 2:10 પી એમ(PM)

views 4

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત ચાલકદળના તમામ 16 સભ્યો ગુમ

ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયોઅને ત્રણ શ્રીલંકાના નાગરિકો સહિત તમામ 16 ચાલકદળના સભ્યો ગુમ થયા છે. ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર, 'પ્રેસ્ટિજ ફાલ્કન' નામનું જહાજ ઓમાનના ઔદ્યોગિક બંદર દુકમ પાસે ડૂબી ગયું હતું.આ જહાજ યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓમાની સત્તાવાળાઓએ દરિયાઈ સત્તાવાળાઓ સાથેમળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે.