જૂન 27, 2025 9:10 એ એમ (AM) જૂન 27, 2025 9:10 એ એમ (AM)
2
ઓપરેશન સિંધુ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ચાર હજાર 415 ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન સિંધુ અંતર્ગત ઈરાનથી 173 ભારતીય નાગરિકોને લઈને એક ખાસ વિમાન ગઈકાલે મોડી રાત્રે આર્મેનિયાના યેરેવનથી નવી દિલ્હી પહોંચ્યું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 19 ખાસ વિમાન જેમાં ત્રણ ભારતીય વાયુસેનાના વિમાનનો સમાવેશ થાય છે તેના દ્વારા અત્યાર સુધીમાં કુલ ચાર હજાર 415 ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. શ્રી જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકો ઉપરાંત, 14 ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકો, નવ નેપાળી નાગરિકો, ...