ફેબ્રુવારી 21, 2025 5:53 પી એમ(PM)

views 13

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં અગામી તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ  દરમિયાન આયોજિત થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે.એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની નિયમીત સેવાઓ ઉપરાંત વધારાની ૨૫૦ જેટલીટ્રીપો ચલાવવાનું આયોજન કરાયું છે.. હાલમાં જે - તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિતકરવાની માંગણી મળેલી છે. હજુ પણ માંગણી મળેથી તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે તેવી જાહ...

ઓગસ્ટ 20, 2024 7:12 પી એમ(PM)

views 15

એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે

રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમની ગુજરાતની ચાલીરહેલી સેવાની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 2800 બસ મુકી છે. નિગમ દ્વારા 18 નવા બસ સ્ટેશન-ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે 20 નવા બસ સ્ટેશન – ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નિગમે મુસાફરોને અત્યાધુનિક પરિવહન સેવા પૂરી પાડવાના ભા...