માર્ચ 21, 2025 6:58 પી એમ(PM) માર્ચ 21, 2025 6:58 પી એમ(PM)

views 6

આગામી ઉનાળુ વેકેશન માટે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના અમલમાં મૂકવામાં આવી

આગામી ઉનાળુ વેકેશન માટે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના લોકો માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે.

જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 9:46 એ એમ (AM)

views 1

આવતીકાલે રાજકોટમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 980.37 કરોડના એસટીના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ

રાજકોટ ખાતે આવતીકાલે ગૃહ અને વાહન વ્યવહાર વિભાગ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે રૂ.૯૮૦.૩૭ લાખ રૂપિયાના ખર્ચે એસ.ટી નિગમના વિવિધ કામોના ઈ-લોકાર્પણ કરાશે. આ કામોમાં અંદાજીત ૬૩૭.૩૭ લાખના ખર્ચે આકાર પામેલ એસ.ટી. વિભાગીય કચેરી,ગોંડલ એસ.ટી. ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન ૮ હાઈટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક લેધર પુશબેક સીટ, સી.સી.ટી.વી. કેમેરા, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયરસેફ્ટી માટે અદ્યતન સ્પ્રીંકલ સિસ્ટમ, સ્મોક ડીટેકટર અલાર્મ, એલ.ઈ.ડી. ટી.વી., એક્ઝ...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM) ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 3

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સ...