નવેમ્બર 16, 2024 7:57 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:57 પી એમ(PM)
5
બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને 3-0 થી પરાજ્ય આપ્યો
બિહારમાં ચાલી રહેલી મહિલા એશિયન હોકી સ્પર્ધામાં ભારતે આજે ચીનને 3-0 થી પરાજ્ય આપ્યો છે. આ વિજય સાથે ભારતે સ્પર્ધામાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી સંગીતા, સલીમા અને દીપીકાએ ગોલ નોંધાવ્યા હતા. સુકાની સલીમાને પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર અપાયો છે. સ્પર્ધાની અન્ય મેચોમાં જાપાને મલેશિયાને 2-1 થી જ્યારે કોરિયાએ થાઈલેન્ડને 4-0 ગોલ થી પરાજ્ય આપ્યા છે. આવતીકાલે સાંજે પોણા પાંચ વાગે રમાનારી મેચમાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે.