સપ્ટેમ્બર 16, 2024 2:32 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:32 પી એમ(PM)
11
ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે આજે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ ચીનમાં રમાશે
ચીનમાં આજે ભારત અને દક્ષિણ કૉરિયા વચ્ચે હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024ની સેમિ-ફાઈનલની મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે. ભારત આ સ્પર્ધામાં અત્યાર સુધી એક પણ મેચ ન હારનારી ટીમ છે. અગાઉ ભારતે ચીનને ત્રણ શૂન્યથી, જાપાનને પાંચ—એકથી, મલેશિયાને આઠ—એકથી, કૉરિયાને ત્રણ—એકથી અને પાકિસ્તાનને બે—એકથી હરાવ્યું છે. દરમિયાન સેમિ-ફાઈનલની પહેલી મેચ પાકિસ્તાન અને ચીન વચ્ચે રમાશે.