ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM)

views 3

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી હતી. આજે સાંજે કોઝિકોડમાં વાસુદેવન નાયરના નશ્વર દેહને માવૂર રોડ સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે એકઠા થયા હતા. વાસુદેવનને વિદાય આપનારાઓમાં અગ્રણી બૌદ્ધિકો, સાહિત્યિક હસ્તીઓ, જાણીતા ફિલ્મ હસ્તીઓ અને રાજકીય નેતાઓ હતા, જેમની રચનાઓએ સમકાલીન મલયાલમ સાહિત્ય અને સિનેમા પર અમીટ છાપ છોડી હતી.

ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM)

views 4

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ એક સોશિયલ મીડિયાને સંદેશમાં લખ્યું કે, એમ. ટી. વાસુદેવન નાયરના લખાણમાં ગ્રામીણ ભારતનું આબેહૂબ નિરૂપણ જોવા મળતું હતું. શ્રી નાયરને અનેક પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા અને તેમણે ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સોશિ...