સપ્ટેમ્બર 17, 2024 3:19 પી એમ(PM)

views 12

ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઇને બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયું ઉજવાઇ રહ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં સચિવાલયના 2 હજારથી વધુ કર્મચારીઓએ વૃક્ષ વાવ્યા હતા.. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણની કરવામાં આવેલ...

ઓગસ્ટ 22, 2024 8:22 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે

રાજ્યભરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં GHCL ફાઉન્ડેશન દ્વારા એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું.. આ ઉપરાંત, ખેડુતોની આવક વૃદ્ધિ માટે રાહત દરે 18 હજાર ફળ પાકોનાં રોપાઓનું 300થી વધારે ખેડુતોને વિતરણ કરવામાં આવ્યું.. મોરબીના હળવદ તાલુકાપંચાયત અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે વન મહોત્સવની ઉજવણી અંતર્ગત અઢી લાખ જેટલા વૃક્ષોના વિતરણ અને ૩૧ હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.. બીજી તરફ, મહેસાણા જિલ્લામાં પણ વિવિધ સ...

ઓગસ્ટ 20, 2024 7:18 પી એમ(PM)

views 11

ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં “મહાવાવેતર’ અભિયાન યોજાયું

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત, ઇડરના રાજચંદ્ર વિહાર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષા મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં "મહાવાવેતર' અભિયાન યોજાયું. સાબરકાંઠા વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૫ હજાર ૧૬ હેકટર વિસ્તારમાં ૩૬ લાખ ૬૫ હજાર રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈડરના શ્રીમદ રાજચંન્દ્ર વિહાર ખાતે અંદાજે દસ હજારથી વધુ દ્વારા સામુહિક રોપા વાવેતર અને હયાત રોપાઓને દીર્ઘાયુની કામના સાથે રક્ષાપોટલી બાંધવામાં આવી હતી. "મહાવાવેતર' અભિયાનમાં ડ્રોન દ્વાર...

ઓગસ્ટ 18, 2024 9:58 એ એમ (AM)

views 13

રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું

રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું છે.આ અભિયાન અંતર્ગત શાપરના રહેવાસીઓએ આગામી 15 દિવસમાં 100 પ્રકારના વિવિધ 3 હજારથી વધુ વૃક્ષ વાવવાનો તેમ જ આ વૃક્ષોની સતત ત્રણ વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ કર્યો છે.આ અભિયાનમાં ગ્રામજનોની સાથે સામાજિક અગ્રણીઓ પણ જોડાશે.

ઓગસ્ટ 16, 2024 7:46 પી એમ(PM)

views 16

રાજ્યભરમાં ‘એક પેડ માં કે નામ’અભિયાન અંતર્ગત વન મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજ્યભરમાં ‘એક પેડ માં કે નામ’અભિયાન અંતર્ગત વન મહોત્સવ અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત વલસાડના વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.. આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલીઝંડી આપી રોપા વિતરણ કર્યું.. શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણની સાથે સાથે વરસાદી પાણીના સંગ્રહને પણ પ્રોત્સાહન અને પ્રાધન્ય આપવું જોઇએ. કાર્યક્રમ દરમિયાન તેમણે વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું.. મોરબીમા...