ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:12 પી એમ(PM)

views 3

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢ, મોહાલી અને પંજાબના એક દિવસના પ્રવાસે છે. આજે સવારે શ્રી ધનખડ સૌથી પહેલા ચંદીગઢ પહોંચ્યા હતા. હવાઈમથક પર હરિયાણાના રાજ્યપાલ બંદારુ દત્તાત્રેય, પંજાબના મંત્રી તરૂણપ્રીતસિંહ સોંદ, હરિયાણાના મંત્રી શ્યામસિંહ રાણા સહિતના મહાનુભાવોએ શ્રી ધનખડનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શ્રી ધનખડ મોહાલી સ્થિત રાષ્ટ્રીય કૃષિ ખાદ્ય અને બાયોમેન્યુફેક્ચરિંગ સંસ્થા- NABI ખાતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના સ્ટાફના સભ્યો...

જાન્યુઆરી 17, 2025 2:17 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 2:17 પી એમ(PM)

views 4

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે રહેશે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી લક્ષદ્વીપના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. પદ ગ્રહણ કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશનો આ તેમનો પહેલો પ્રવાસ હશે. પ્રવાસ દરમિયાન શ્રી ધનખડ એક જન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમજ વિવિધ પરિયોજનાનો પ્રારંભ કરાવશે. શ્રી ધનખડ સ્વયંસહાય સમૂહ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

નવેમ્બર 12, 2024 9:35 એ એમ (AM) નવેમ્બર 12, 2024 9:35 એ એમ (AM)

views 4

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે પહોંચશે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય – P.A.U. લુધિયાણાના પ્રવાસે પહોંચશે. તેઓ આબોહવા પરિવર્તન અને ઊર્જા રૂપાંતરને ધ્યાનમાં રાખી કૃષિ ખાદ્ય પ્રણાલીઓમાં ફેરફારના વિષય પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ હશે. સંમેલનમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી ભગવંતસિંહ માન પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી ધનખડ 32મા સત પૉલ મિત્તલ રાષ્ટ્રીય પુરસ્કારો દરમિયાન શહેરના સત પૉલ મિત્તલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે.