ફેબ્રુવારી 26, 2025 8:39 એ એમ (AM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે. તેઓ કામલે જિલ્લાના બોસિમલા ખાતે પ્રથમ વખત આયોજિત સંયુક્ત મેગા ન્યોકુમ યુલો ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે ન્યોકુમ એ રાજ્યના ન્યશી જાતિનો તહેવાર છે. આ તહેવાર પાકની ઉપજ, સમૃદ્ધિ અને ખુશી વધારવા માટે ઉજવવામાં આવે છે.

જાન્યુઆરી 15, 2025 9:17 એ એમ (AM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. સમારોહ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે રાજ્યપાલ રેમન ડેકા અને મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ પણ ઉપસ્થિત રહેશે

ડિસેમ્બર 7, 2024 8:49 એ એમ (AM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. તેઓ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી અભ્યાસક્રમોના સફળ વિદ્યાર્થીઓને મેડલ અને ડિગ્રી પણ અર્પણ કરશે. યુનિવર્સિટીના કુલપતિ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 433 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવનાર છે

નવેમ્બર 14, 2024 6:52 પી એમ(PM)

views 10

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે, આ દેશમાં ખેડૂતોને કોઈ વિભાજિત કરી શકે નહીં અને રાષ્ટ્રવાદ માટે ખેડૂત વર્ગની એકતા શ્રેષ્ઠ છે. શ્રી ધનખડ્ આજે અજમેર નજીક પુષ્કરમાં 105માં રાષ્ટ્રીય જાટ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને યુવા પેઢીમાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવા અને તેમને સાચો માર્ગ બતાવવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે પોતાના પરિવાર, પર્યાવરણની કાળજી રાખવા અને પોતાની ફરજ બજાવવા પર પણ ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અને વેપારમાં તેમની ભાગીદાર...

સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

સપ્ટેમ્બર 19, 2024 8:32 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ આવતી કાલે દમણના જામપોરમાં પક્ષીગૃહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને જમ્પરિન ખાતે રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે. 21મી સપ્ટેમ્બરે તેઓ સિલવાસામાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિ...

સપ્ટેમ્બર 19, 2024 8:01 પી એમ(PM)

views 9

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ આવતી કાલે દમણના જામપોરમાં પક્ષીગૃહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને રીંગણવાડા પંચાયત અને જમ્પરિન ખાતે રીંગણવાડા શાળાની પણ મુલાકાત લેશે. 21મી સપ્ટેમ્બરે તેઓ સિલવાસામાં નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસ...