ફેબ્રુવારી 21, 2025 6:27 પી એમ(PM)

views 6

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની  વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી છે. આજે નવી દિલ્હીમાં ધ્યાન પર વૈશ્વિક પરિષદ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક સ્વાસ્થ્યએક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે આ પરિષદની સુસંગતતા વસુધૈવ કુટુમ્બકમની પ્રાચીન પરંપરા સાથે મેળ ખાય છે. શ્રી ધનખડે ભારતને પાંચ હજાર વર્ષજૂની એક અનોખી સભ્યતા અને વિશ્વનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાવ્યું. શ્રી ધનખડે કહ્યું કે ટકાઉ વિકાસનું બલિદાન...

ફેબ્રુવારી 17, 2025 5:59 પી એમ(PM)

views 10

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પંજાબના મોહાલીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રી-ફૂડ એન્ડ બાયોમેન્યુફેક્ચરિંગ ખાતે એડવાન્સ્ડ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ સ્કીલડેવલપમેન્ટ પ્રોગ્રામ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે દેશવાસીઓને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવાનું આહ્વાન કર્યું અને કહ્યું કે કોઈ પણ વ્યક્તિગત અને રાજકીય હિત રાષ્ટ્રીય હિતથી મોટું નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રનો આત્મા ગામડાઓમાં વસે છે.  શ્રી ધનખડે કહ્યું કે વિકસિત ભારત હવે માત્ર એક સ્વપ્ન નથી પણ આપણું લક્ષ્ય છે. તેમણે કૃષિ અને ડેરી ...

જાન્યુઆરી 31, 2025 2:47 પી એમ(PM)

views 10

માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી :ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, માનવતાના યોગદાન વિના રાષ્ટ્રનો વિકાસ થઈ શકતો નથી. આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સ્થાપના દિવસ સમારોહને તેઓ સંબોધન કરી રહ્યા હતા. શ્રી ધનખડે કહ્યું કે, દેશે પહેલીવાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત માટે બંધારણીય જોગવાઈ આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ દરેક ભ્રાંત વિચારોને પાછળ છોડીને સંરક્ષણ દળોમાં લડાયક પદો પર પોતાની આગવી ઓળખ પણ બનાવી રહી છે. તેમણે રાષ્ટ્રીય મહિલા આયોગને મહિલાઓ સાથે થતાં સૂક્ષ્મ ભેદભાવ અને કાર્યસ્થળ ત...

નવેમ્બર 12, 2024 9:35 એ એમ (AM)

views 11

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉજ્જૈનમાં 66મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ઉજ્જૈનમાં 66મા અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે. 18મી નવેમ્બર સુધી ચાલનારા આ સમારોહમાં સાહિત્યિક અને કલાત્મક વારસાને જાળવનાર કલાકારોનું સન્માન કરવામાં આવશે. મહાન કવિ કાલિદાસના સાહિત્ય સહિત અન્ય ઘણા વિષયો પર ચર્ચા થશે. આ સાથે વર્ષ 2022-2023 માટે કાલિદાસ અલંકરણ સન્માન પણ આપવામાં આવશે.

સપ્ટેમ્બર 27, 2024 2:21 પી એમ(PM)

views 11

આજે વિશ્વ પ્રવાસન દિવસ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવામાં પ્રવાસનની મહત્વની ભૂમિકા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ‘વિકાસની સાથે સાથે વૈશ્વિક સદભાવને પ્રોત્સાહન આપવા પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અર્થવ્યવસ્થા પર પ્રવાસનની ઘણી વ્યાપક અસર પડી છે. શાંતિના ક્ષેત્રમાં પણ પ્રવાસનની મહત્વની ભૂમિકા છે. પ્રવાસનના ઘણા સારા દિવસો આવવાના છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, “પ્રવાસન અને શાંતિ”ની વિષયવસ્તુ સાથે આજે દેશમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થઈ ...

સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ ડોકમરડી ઓડિટોરિયમમાં પશ્ચિમ ક્ષેત્રના સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

સપ્ટેમ્બર 20, 2024 7:25 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત છે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી. શ્રી ધનખડે બપોર બાદ એન્જીનીયરીંગ કોલેજ અને ફેશન ડીઝાઈનીંગ કોલેજ તેમજ રીંગણવાડા સર...

સપ્ટેમ્બર 20, 2024 3:21 પી એમ(PM)

views 10

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિની આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મુલાકાત હશે. આજે એરપોર્ટ પર દમણના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અહીં તેમણે જામપોર દરિયા પાસે પક્ષીઘરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે 2.40 હેક્ટરમાં ફેલાયેલા આ પક્ષી અભ્યારણની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લીધી. આવતીકાલે શ્રી ધનખડ સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિ...

ઓગસ્ટ 16, 2024 2:25 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કાયદા વિશ્વવિદ્યાલયમાં આઇપી કાયદો અને પ્રબંધનમાં સંયુક્ત અનુસ્નાતક, LLMની પ્રથમ બેચના ઇન્ડક્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને કારણે ભારતની બૌદ્ધિક સંપદાને સોનાની ખાણ સમાન ગણાવી. વધુમાં તેમણે ઉમેર્યું કે, વેદ આ બૌદ્ધિક સંપદાનો મુખ્ય ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ આજથી તેલંગાણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે પણ રવાના થશે.