જાન્યુઆરી 15, 2025 8:25 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:25 એ એમ (AM)

views 4

સામાજીક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે.

ઉત્તરાયણના દિવસો દરમિયાન અનેક અબોલજીવો ઘાયલ થતા હોય છે અનેક કોઈક સંજોગો વસાત મૃત્યુ પણ પામતા હોય છે.ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ અબોલ જીવોને બચાવી રહી છે. ત્યારે મહેસાણાના રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પક્ષીઓને દોરીથી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પક્ષીઓને દોરીથી બચાવવા માટે દોરીના ગુંચડા 100 રૂપિયા કિલોગ્રામ પ્રમાણે ખરીદીને નાશ કરાશે.

જાન્યુઆરી 15, 2025 8:22 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:22 એ એમ (AM)

views 8

નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ પંતગ રસીયાઓ આજે વાસી ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે.

નાના ભૂલકાઓથી લઈ સૌ કોઈ પંતગ રસીયાઓ આજે વાસી ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે.ગઈકાલે ઉત્તરાયણના દિવસે અબાલવૃદ્ધ સહિત દરેક વ્યક્તિએ પતંગ ચગાવીને મોજ માણી હતી. પરંતુ આ તહેવારની મજા અબોલ પશુ-પક્ષીઓ માટે સજા બની જાય છે.ત્યારે પતંગની દોરીથી ઘણા પક્ષીઓ ઘાયલ થયા છે.જેમની સારવાર માટે વહેલી સવારથી જ ઉત્તરાયણના દિવસો દરમિયાન રેસ્ક્યૂ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.અનેક સામાજિક સંસ્થાઓએ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થયેલા પશુ પક્ષીઓના જીવ બચાવવાનું કાર્ય કર્યું છે. મહિસાગર જિલ્લામાં દોરીના કારણે ઈજાગ્રસ્ત થયેલ 80થી વધુ પક...

જાન્યુઆરી 15, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:14 એ એમ (AM)

views 4

પતંગની દોરી વાગવાને કારણે મહેસાણામાં બે સહિત રાજ્યભરમાં ચાર લોકોના મોત

ગઇકાલના દિવસ દરમિયાન મહેસાણામાં બે અને પંચમહાલ અને સુરેન્દ્રનગરના પાટડીમાં એક વ્યક્તિ સહિત ચારના મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે.ઉત્તરાયણનું પર્વ ગઇકાલે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યું હતું. ચાઇનિઝ દોરીનો પ્રતિબંધ હોવા છતા પણ કેટલાંક લોકોએ તેનો ઉપયોગ કરતાં અકસ્માતના અનેક બનાવો બન્યા હતા.જેમાં ચારના મોત અને અન્ય કેટલાંક લોકો ઘાયલ થયા હતાં. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે રાહતલાવ ગામ ના પરેસભાઈ ઉત્તરાયણ ના પર્વ ને પગલે વહેલી સવારે પોતાના 5 વર્ષીય પુત્ર કુણાલ ને ફ...

જાન્યુઆરી 15, 2025 8:12 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:12 એ એમ (AM)

views 2

ઉત્તરાયણના પર્વની શાંતિપૂર્ણ, આનંદ , ઉલ્લાસ અને હર્ષોલ્લાસ સાથે પતંગ રસિયાઓએ ઉંધિયા જલેબીની જયાફત સાથે ઉજવણી કરી.

રાજ્યમાં ગઇકાલે પંતગોત્સવની શાંતિપૂર્ણ રીતે અને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.પતંગ ચગાવવાને લાયક પવન હોવાને કારણે ઉત્તરાયણની સપરિવાર ધાબાઓ અને અગાસીઓ ઉપર ઉજવણી કરી હતી. સવારથી જ રાજ્યભરનું અવકાશ રંગબેરંગી પતંગોથી મેઘધનુષી રંગે રંગાઇ ગયું હતું.પતંગબાજોની આનંદ અને ઉત્સાહની ચિચિયારીઓ સાથે વાતાવરણ સવારથી લઇને સાંજ સુધી ગાજતુ રહ્યું હતું.દિવસ દરમિયાન સંગીતના તાલે અને ગરબાની રમઝટ સાથે લોકોએ પતંગોત્સવની ઉજવણી કરી હતી. ઉધિયું ,જલેબી, બોર , શેરડી અને ચિક્કીની જયાફત પણ પતંગ રસિયાઓએ ધાબા અને અ...

જાન્યુઆરી 14, 2025 8:31 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:31 એ એમ (AM)

views 16

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી, છોટાઉદેપુર દ્વારા ઉત્તરાયણ – ૨૦૨૫ના તહેવાર નિમિત્તે દુર્ઘટનાઓ ટાળવા માટે પતંગ રસીકોને મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપન ધ્રુપેનભાઈ પટેલે જણાવ્યું હતું કે પતંગ રસીયાઓએ પતંગ ઉડાડતા સમયે પ્રાથમિક સારવારની કીટ હાથ વગી રાખવી, માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહેવું, પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પૂરતી છે કે કેમ તેની ખાત્રી કરી લેવી, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહેવું, સવારે ૬ થી ...

જાન્યુઆરી 14, 2025 8:15 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:15 એ એમ (AM)

views 5

છેલ્લી ઘડીની ખરીદી કરવા રાજ્યભરના શહેરો નગરોમાં મોડીરાત સુધી પતંગ બજારોમાં ભારે ભીડ

આજે વહેલી સવારથી જ ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે.પતંગ રસિયાઓ અગાસી, ધાબાઓ પર ચઢીને પતંગનો આનંદ માણી રહ્યાં છે., જોકે ગઇકાલે મોડીરાત સુધી પતંગની ખરીદી રાજ્યભરમાં ચાલી હતી.અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરો અને નાના મોટા નગરોમાં પણ પતંગના શોખીનોએ મોડી રાત સુધી પતંગની ખરીદી કરી હતી અને દોરીને રંગાવી હતી જેને કારણે આખી રાત પતંગ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે પતંગમાં 30 ટકા ભાવ વધારો થયો છે છતા પણ લોકોએ પતંગ અને દોરીની ધૂમ ખીરીદી ક...

જાન્યુઆરી 14, 2025 8:13 એ એમ (AM) જાન્યુઆરી 14, 2025 8:13 એ એમ (AM)

views 4

સંગીતના તાલે વહેલી સવારથી જ પતંગ રસિયાઓની અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉત્સાહપૂર્વકની ઉજવણી

સમગ્ર રાજ્યમાં આજે ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઇ રહી છે. હવામાન વિભાગે આજે સારો પવન ફૂંકાવાની આગાહી કરતાં પતંગ રસિયાઓ મોજમાં આવી ગયા છે. 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગઈકાલે અમદાવાદના રાયપુર, કાલુપુર, દિલ્હી દરવાજા સહિતના મોટા ભાગના બજારોમાં પતંગ રસિયાઓ મોડી રાત સુધી પતંગો ખરીદી રહ્યા હતા. તો યુવાનો ઉત્તરાયણના તહેવારને માણવા આતુર જોવા મળી રહ્યા છે. આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે.

જાન્યુઆરી 10, 2025 7:19 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 7:19 પી એમ(PM)

views 5

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ લદાયો

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ છે. હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, કાચના પાઉડરથી રંગેલી દોરી, તેના ઉત્પાદન, વેચાણ, વપરાશ, ખરીદવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે. જેને લઇને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન, વેચાણ, વપરાશ તેમજ ખરીદવા સામ...

જાન્યુઆરી 9, 2025 7:46 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 7:46 પી એમ(PM)

views 3

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે

ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકાર આવતીકાલથી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા આ અભિયાનના આરંભની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અભિયાનમાં ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો જોડાશે. ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી માટે વન વિભાગનો ૮૩૨૦૦૦૨૦૦૦ વોટ્સઅપ અને ૧૯૨૬ હેલ્પલાઇન તેમજ પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે ૧૯૬૨ હેલ્પલાઇન નંબર કાર્યરત હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.