ફેબ્રુવારી 13, 2025 7:43 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 7:43 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાઈકલીંગ અને તાઈકવૉન્ડો રમતમાં મુસ્કાન ગુપ્તા અને ટ્વીશા કાકડિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.. રાજ્યના કુલ ૨૩૦ ખેલાડીઓ ૨૫ રમતોમાં સહભાગી થયા છે. સુરત શહેરમાં રહેતી મુસ્કાન ગુપ્તાએ ૩૮મી નેશનલ ગેમ્સમાં ઉતરાખંડ ખાતે સાયકલીંગ રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રાજ્યનું નામ રોશન કર્યું હતું, ૧૧મી ખેલ મહાકુંભની આવૃત્તિમાં મુસ્કાને સર્વપ્રથમ સાયકલીંગ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત ...

ફેબ્રુવારી 13, 2025 2:23 પી એમ(PM) ફેબ્રુવારી 13, 2025 2:23 પી એમ(PM)

views 7

ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38 રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે

ઉત્તરાખંડમાં ચાલી રહેલા 38 રાષ્ટ્રીય રમતોત્સવમાં આજે મહિલા અને પુરુષ હોકીમાં ફાઇનલ મેચો રમાશે. મહિલા ગ્રૂપમાં મધ્યપ્રદેશ અને હરિયાણા તથા પુરુષોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુકાબલો થશે. પુરુષોની મલખંબની ફાઇનલ મેચ ઉધમસિંહ નગરમાં ચક્રપુર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે આજે રમાશે. ગઈકાલે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઉત્તરપ્રદેશનાં સચીન યાદવે 84.39 મીટરનો થ્રો કરીને 10 વર્ષનો વિક્રમ તોડીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ચંદ્રક ટેબલમાં સર્વિસિસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડ 65 સુવર્ણચંદ્રક સાથે પ્રથમ છે, જ્યા...

જાન્યુઆરી 29, 2025 7:22 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 7:22 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોત્સવમાં પુરુષોની વ્યક્તિગત ટ્રાયથ્લોનમાં મણિપુરના સરંગબામ અથૌબા મેઇતેઇએ સુવર્ણચંદ્રક અને તેલહેઇબા સોરમે રજતચંદ્રક જીત્યો

ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય રમતોત્સવમાં પુરુષોની વ્યક્તિગત ટ્રાયથ્લોનમાં મણિપુરના સરંગબામ અથૌબા મેઇતેઇએ સુવર્ણચંદ્રક અને તેલહેઇબા સોરમે રજતચંદ્રક જીત્યો.મહિલા વ્યક્તિગત ટ્રાયથ્લોનમાં મહારાષ્ટ્રની ડોલી દેવીદાસ પાટીલે સુવર્ણચંદ્રક અને માનસી વિનોદ મોહિતેએ રજતચંદ્રક મેળવ્યો.મહારાષ્ટ્ર બે સુવર્ણ સહિત કુલ ચાર ચંદ્રકો સાથે પ્રથમ અને મણિપુર એક સુવર્ણ અને એક રજતચંદ્રક સાથે બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે છે.

ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે નેશનલ ગેમ્સ માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મશાલયાત્રા હલ્દવાનીથી શરૂ થઇને પાંત્રીસ દિવસમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ કિલોમીટરની યાત્રા કરશે અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં નવ્વાણું સ્થળોની મુલાકાત લેશે. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રમતો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

ડિસેમ્બર 12, 2024 2:03 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 2:03 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડના દહેરાદૂનનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે આજથી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સ્પોનો પ્રારંભ

ઉત્તરાખંડના દહેરાદૂનનાં પરેડ ગ્રાઉન્ડ ખાતે આજથી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ અને આયુર્વેદ એક્સ્પોનો પ્રારંભ થશે. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ આયુર્વેદ ક્ષેત્રમાં સંશોધન, વિકાસ માટે મહત્વનો મંચ પૂરો પાડશે. આ વર્ષની વિષય વસ્તુ છે “ડિજિટલ આરોગ્ય, આયુર્વેદ અભિગમ”. સંમેલનમાં પરંપરાગત આયુર્વેદને આધુનિક ટેકનોલોજી પ્રગતિ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ચાર દિવસન આ સંમલેનમાં 5 હજાર 500થી વધુ ભારતીય પ્રતિનિધીઓ અને 350થી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ ભાગ લેશે, જેમાં આયુર્વેદ અને આરોગ્ય સંભાળ સંબંધિત નવ...

નવેમ્બર 19, 2024 9:22 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:22 એ એમ (AM)

views 5

આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા

આ વર્ષે 48 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામનાં દર્શન કર્યા હતા. દિવાળી બાદ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એમ ચારધામના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ભાવિકોએ ચારધામનાં દર્શન માટે છ મહિના રાહ જોવી પડશે. 10 મેથી 17 નવેમ્બર દરમિયાન કુલ 48 લાખ 11 હજાર 279 યાત્રિકોએ ચાર ધામની મુલાકાત લીધી હતી. સૌથી વધુ 16 લાખ 52 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ આવ્યા હતા, જ્યારે 14 લાખથી વધુ ભાવિકો બદ્રીનાથ ધામ, 7 લાખ 14 હજાર યાત્રાળુઓ યમુનોત્રી ધામમ અને 8 લાખ 15 હજાર યાત્રાળુઓ ગંગ...

નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુભેચ્છાઓ પાઠવી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, હિમાલયના ઉચ્ચ શિખરોથી લઈને માતા ગંગાના પવિત્ર કિનારા સુધી, દેવભૂમિ ઉત્તરાખંડ શરૂઆતથી જ સુંદરતા અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી હતી કે રાજ્ય ભવિષ્યમાં સમૃદ્ધ થાય અને પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના ક્ષેત્રમાં ઉત્તરાખંડની મહત્વપૂર્ણ સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં અગ્રે...

નવેમ્બર 3, 2024 8:04 પી એમ(PM) નવેમ્બર 3, 2024 8:04 પી એમ(PM)

views 5

ઉત્તરાખંડમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ શ્રી કેદારનાથ ધામ અને યમનોત્રી ઘામના કપાટ આજથી બંધ કરાયા છે.

ઉત્તરાખંડમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ શ્રી કેદારનાથ ધામ અને યમનોત્રી ઘામના કપાટ આજથી બંધ કરાયા છે. આજે ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંદિરના કપાટ બંધ કરાયા. આ પ્રસંગે કેદારનાથ મંદિરમાં 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ વર્ષે અંદાજે 16 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદરનાથ ધામ યાત્રા કરી. કપાટ બંદ કરાયા એ પ્રસંગે અંદાજે 10 ક્વિન્ટલ ફૂલોથી મંદિરની સજાવટ કરવામાં આવી હતી. કપાટ બંધ થવાની સાથે જ બાબા કેદારનાથની પંચમુખી ઉત્સવ પાલખી હજારો શ્રદ્ધાળુ...