જાન્યુઆરી 30, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:45 પી એમ(PM)

views 5

ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ મનોજકુમાર સિંહ અને રાજ્ય પોલીસ વડા પ્રશાન્ત કુમારે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આવેલા સંગમ ઘાટની મુલાકાત લઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ મનોજકુમાર સિંહ અને રાજ્ય પોલીસ વડા પ્રશાન્ત કુમારે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આવેલા સંગમ ઘાટની મુલાકાત લઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બંને ઉચ્ચ અધિકારીએ પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. દરમિયાન મહાકુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને D.I.G. વૈભવ ક્રિશ્ના પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ સ્વરૂપ રાની નેહરૂ હૉસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે મુખ્યસચિવ અને રાજ્ય પોલીસ વડાને ઘટ...

ડિસેમ્બર 6, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 6, 2024 7:45 પી એમ(PM)

views 4

ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં

ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં છે. અને 18 જણાંને ઇજા થઇ છે. લખનઉથી દિલ્હી જતી ડબલડેકર બસના ડ્રાઇવરે સ્ટિંયરીંગ વ્હીલ પરનો કાબૂ ગુમાવતાં બસ ટ્રક સાથે અથડાઇ હતી, આ દુર્ઘટનામાં ઇજા પામેલાઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જળશક્તિ રાજયમંત્રી સ્વતંત્રદેવ સિંહે ઘટના સ્થળે જઇને માહીતી મેળવી હતી. અને ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે જરૂરી સુચનાઓ આપી હતી.

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 6

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...