જૂન 13, 2025 7:59 પી એમ(PM) જૂન 13, 2025 7:59 પી એમ(PM)

views 3

ઈઝરાયેલની સેનાએ આજે ઈરાનના અનેક સ્થળ પર હુમલો કરતા અંદાજે 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયેલની સેનાએ આજે સવારે ઈરાનના અનેક સ્થળ પર હુમલા કર્યા. દરમિયાન ઈઝરાયેલા મુખ્ય પરમાણુ સુવિધાઓને નિશાન બનાવી. ઈરાનની તસ્નીમ સરકારી સમાચાર સંસ્થા મુજબ, રહેણાક વિસ્તારો પર પણ હુમલો કરાયો છે. તેમાં ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી સૈન્ય અભિયાન ચાલુ રહેશે. તેના જવાબમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ-એ ઈઝરાયેલને કડક સજાઆપવાની ચેતવણી આપી. ઈઝરાયેલની સેનાએ કહ્યું, ઈરાને તેમના ક્ષેત્ર તરફ અંદાજે 100 ડ્રૉન છોડ્યા, જ...

સપ્ટેમ્બર 9, 2024 3:01 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:01 પી એમ(PM)

views 4

જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત

જોર્ડન અને વેસ્ટ બેંક વચ્ચેની સરહદ પર થયેલા ગોળીબારમાં ત્રણ ઈઝરાયેલી વ્યક્તિઓના મોત થયા છે. ઇઝરાયલના સંરક્ષણ દળના જણાવ્યા પ્રમાણે જોર્ડનના એક બંદૂકધારીએ આ ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલના સુરક્ષાકર્મીઓએ તેને ઠાર કર્યો હતો. ઈઝરાયેલના નિયંત્રણવાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જોર્ડન તપાસ કરી રહ્યું છે. અને બંને તરફથી સરહદ બંધ કરી દેવામાં આવી છે.