ઓક્ટોબર 18, 2024 9:28 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 9:28 એ એમ (AM)
4
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે હમાસના વડા યાહ્યા સિનવાર માર્યા ગયા છે, પરંતુ ગાઝામાં ઈઝરાયેલનું યુદ્ધ હજી પૂરું થયું નથી. યાહ્યાને ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. હમાસના વડા યાહ્યા સિનવાર દક્ષિણ ગાઝાના રફાહમાં ઇઝરાયલી દળો સાથેની તકરાર અથડામણમાં માર્યા ગયા છે. જો કે, હમાસે હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કરી નથી. ગઈકાલે ઈઝરાયેલી સેનાએ ગાઝામાં સિનવાર સહિત ત્રણ આતંકવાદીઓને માર્યાની પુષ્ટિ કરી હતી. સિનવાર હમાસના રાજકીય બ્યુરોના વડ...