જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 2:03 પી એમ(PM)
4
ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું
ભારતીય અવકાશ સંશોધન સંગઠન ,ઇસરોનું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. NVS-02 વહન કરતું GSLV-એફ-15 આજે સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે, ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. NVS-02 ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તે એક સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. તેનું વજન 2 હજાર 250 કિલો છે. તે નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહોમાં બીજો છે. ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળનારા વી. નારાયણન માટે આ...