ઓક્ટોબર 10, 2024 3:07 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 3:07 પી એમ(PM)

views 4

ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

ઇરાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વ્હાઇટ હાઉસના મીડિયા પ્રવક્તાએ એક નિવેદનમાં આ વાતચીતની ‘સ્પષ્ટ’ અને ‘ફળદ્રુપ’ ગણાવી હતી. તેમણે વિગતો આપ્યા વિના જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે ઇરાન પર ગત સપ્તાહે કરાયેલી ઇઝરાયેલની કાર્યવાહી અંગે ચર્ચા થઈ હતી. 30 મિનિટના આ કૉલ પછી ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં ઈરાને 1 ઑક્ટોબરના રોજ કરેલા હુમલા સામે ઘાતક બદલો લેવાની ચીમકી ઉચ્ચારી હતી.....

ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 2:26 પી એમ(PM)

views 4

અમેરિકાના સ્ટેટ સેક્રેટરીએ જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી

પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે, અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિન્કને જી7 દેશના વિદેશ મંત્રીઓને, ઇરાન અને હિજબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર હુમલા વિશે ચેતવણી આપી છે. અકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે બ્લિન્કન અને જી7 દેશના મંત્રીઓ વચ્ચેના એક ફોન કોલ પ્રમાણે અમેરિકાનું માનવું છે કે ઇરાન અને હિજબુલ્લાહ ગમે ઘડીએ સાથે મળીને ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. જોકે આ હુમલો કયા પ્રકારનો હોઈ શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ પૂર્વે બ્લિન્કને તણાવને ઓછા કરવાના પ્રયાસો માટે પોતાના જીસીસી સમકક્ષ...